Placeholder canvas

160 કિમીની ઝડપે આવી રહેલી કારે 9 લોકોને કચડી નાખ્યા.

આરોપી રાજકોટ ગેંગરેપ કેસના પ્રજ્ઞેશ પટેલનો દીકરો

અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. અકસ્માતમાં કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાન સહિત 9ના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો સામેલ છે.હાલ પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

અકસ્માત જોવા ઉભેલા ટોળા પર કાર ફરી વળી
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી.

9 લોકોના કરૂણ મૃત્યુ
આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવ્યા છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર જેગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

કોણ છે તથ્ય પટેલ?
– અકસ્માત કરનાર યુવક ગોતાના કુખ્યાત શખ્સનો છે દીકરો
– આરોપી તથ્ય પટેલ પ્રજ્ઞેશ પટેલનો દીકરો હોવાની માહિતી
– આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલની અગાઉ પોલીસે કરી હતી ધરપકડ
– પ્રજ્ઞેશ પટેલ 2020માં રાજકોટના ગેંગરેપ કેસમાં હતો સામેલ
– આરોપીના પિતાએ રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને આચર્યુ હતું દુષ્કર્મ

આ સમાચારને શેર કરો