Placeholder canvas

આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત આ વર્ષે ધમાકેદાર થઈ છે અને હવે વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે.ત્યારે હવમાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જૂનાગઢ, જામનગર, ભાવનગર તેમજ રાજકોટ, પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ ખેડા અને આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તેમજ માછીમારોને અગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી
ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે.બુધવારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યુ હતું.જામનગર જિલ્લાના જામજોધપુરમાં બે કલાકમાં પાંચ ઈંચથી વઘુ વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા.

સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદને કારણે શેરીઓથી લઈ નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.ધોધમાર વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી.અને જળાશયો છલોછલ થઈ ગયા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 65 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. કાલે સૌથી વધુ 12 ઈંચ વરસાદ જૂનાગઢના માંગરોળમાં નોંધાયો છે.

આ સમાચારને શેર કરો