વાંકાનેર: ઢુવા પાસે માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરાયેલી લાશ મળી

વાંકાનેર: ઢુવા ગામે આવેલ સેન્ટોસા સીરામીક નજીકથી માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતકના પી.એમ.માં હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું હાલ મૃતકના ભાઈએ બે શકદાર સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મૃતકે શકદાર એવા બે ઈસમો પાસેથી પૈસા લેવાના હોય અને પૈસા આપવાનું કહીને ફોન કરીને બોલાવ્યા બાદ યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે હાલમાં ઉપરોકત બનાવ સંદર્ભે મૃતકના ભાઇ પુષ્પેન્દ્રકુમાર કુંજબીહારી પાલ જાતે ભરવાડ (ઉ.વ.૨૪) ધંધો મજુરી હાલ રહે.રોલેક્સ કારખાનાના લેબર ક્વાર્ટરમાં માટેલ તા.વાંકાનેર જી.મોરબી મુળ રહે.નથુપુરા તા.જી.મહોબા ઉત્તરપ્રદેશ વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના ઢુવા ગામે સેન્ટોસા સિરામિકના પાછળના ભાગેથી માથામાં ગંભીર ઈજા થયેલ હાલતમાં તેમના નાના ભાઈ મદનપાલ કુંજબીહારી પાલ (ઉ.વ.૨૦) હાલ રહે.મિલેનિયમ સીરામીકના લેબર કવાટરમાં તા.મોરબી મૂળ રહે.નથુપુરા તા.જી.મહોબા ઉત્તરપ્રદેશની ડેડબોડી મળી આવી હતી અને મોત શંકાસ્પદ જણાતા તેના મૃતદેહને રાજકોટ ખાતે પીએમ કરતા માથામાં બોથડ પદાર્થ ઝીંકીને તેની હત્યા નિપજાવવામાં આવી હોય તેવો ખુલાસો થયો હતો.

હાલમાં મૃતક મદનકુમાર કુંજબીહારી પાલના મોટા ભાઇ પુષ્પેન્દ્રકુમાર પાલે વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે શકદાર તરીકે રાઘવેન્દ્ર રામકુમાર રાજપુત રે.એનડીઝાઇન કારખાનુ માટેલ રોડ મોરબી તેમજ અશ્વીન ઉદાભાઇ પગી રે.લાટો ટાઇલ્સ સરતાનપર મોરબી સામે ફરીયાદ નોંધાવેલ છે.જેમા જણાવ્યા પ્રમાણે મૃતક મદનપાલ કુંજબીહારી વાળો ઉરરકોત બન્ને શકદારો પાસે પૈસા માંગતો હોય જે પૈસા આપવા ન પડે તે માટે રાઘવેન્દ્રએ મરણ જનાર મદનપાલને ફોન કરી પૈસા લેવા માટે બોલાવી બન્ને શકદારોએ અકેબીજાની મદદગારી કરીને મદનપાલની માથામાં બોથડ પદાર્થ ઝીંકી દઇને હત્યા નિપજાવી હોય હાલ કલમ ૩૦૨, ૧૧૪ હેઠળ રાઘવેન્દ્ર રામકુમાર રાજપુત અને અશ્વીન ઉદાભાઇ પગી સામે ગુનો નોંધીને મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંન્શલના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઇ પી.જી.પનારાએ આગળની તપાસ હાથ ધરેલ છે.

આ સમાચારને શેર કરો