Placeholder canvas

વાંકાનેર: ખીજડીયા આધેડના બાઇકને જાબુડીયા ગામના પાટીયા પાસે બેકાબુ ટેઇલરે હડફેટે લેતા મોત.

વાંકાનેરના ભાયાતી જાબુડીયા ગામના પાટીયા પાસે બેકાબુ ટેઇલરે બાઇકને ઠોકરે ચડાવતા બાઇક ચાલક આધેડનું કમકમાટી ભર્યું મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેરના ખીજડિયા રાજ ગામે રહેતા સીધ્ધરાજભાઇ ઉર્ફે શામો ઉપેન્દ્રભાઇ સોલંકીએ આરોપી ટેઇલર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા ઉપેન્દ્રભાઇ સોલંકી પોતાના બાઇક હીરો સ્પ્લેન્ડર પ્લસ GJ 36 H-3812 પર તારીખ ૧૧-૦૪ના રોજ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ જાબુડીયા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે આરોપી ટેઇલર ચાલકે પોતાનું વાહન GJ-12-BW-3332ને પુરઝડપે હંકારીને ઉપેન્દ્રભાઈના બાઇકને અડફેટે લીધું હતું. જેથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉપેન્દ્રભાઈને શરીરે ગંભીર ઇજોઓ પહોંચી હતી. અને તેમનું મોત નીપજ્યું હતું.જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો