Placeholder canvas

વાંકાનેર: ઇકોમાં મોરબી જતા યુવાનને રસ્તામાં હાર્ટ એટેક આવતા મૃત્યુ.

વાંકાનેર : આજની ભાગદોડ ભરી જીવનશૈલી યુવાનોમાં હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે આવા જ એક કિસ્સામાં વાંકાનેરથી ઇકો કારમાં મોરબી આવી રહેલા યુવાનને હાર્ટ એટેક આવી જતા કાળનો ભેટો થઈ ગયો હતો.

મળેલી માહિતી મુજબ વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા નરપતભાઈ કેશુભાઈ ઉભડિયા ઉ.30 નામના યુવાન ગઈકાલે વાંકાનેરથી ઇકો કારમાં બેસી મોરબી આવી રહ્યા હતા ત્યારે વઘાસિયા ટોલનાકા નજીક નરપતભાઈને અચાનક હાર્ટ એટેક આવી જતા ઇકો કારના ચાલક રાહુલભાઈ અઘારા તાબડતોબ હોસ્પિટલ લઈ ગયા હતા જો કે, સારવાર પૂર્વે જ નરપતભાઈનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો