વાંકાનેર: મહીકા ગામે બાઈક ચાલકે બાળકને અડફેટે લીધું

વાંકાનેર: મહીકા ગામે ફૂલ સ્પીડમાં ચલાવતા બાઈક ચાલકે ૫ વર્ષના બાળકને અડફેટે લઈને તેને ગંભીર રીતે ઘાયલ કર્યું હતું. આ મુદ્દે બાળકના દાદાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

આ બનાવના ફરિયાદી મેહુરભાઇ તેજાભાઇ મુંધવાએ જણાવ્યું હતું કે, મહીકા ગામના ઝાંપા પાસે તેમનો પ્રપ્રૌત્ર લવ રમતો હતો. એ સમયે  હીરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ રજી. નં.GJ-1-DH-9153 નો ચાલક આકાશ ગોરધનભાઇ ચાવડાએ મોટર સાયકલ પુરઝડપે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ૫ વર્ષીય લવને પાછળથી અડફેટે લીધો હતો. જેને પગલે લવને માથાના પાછળના ભાગે તથા ડાબા હાથના કોણીના ભાગે ઇજા પહોંચી હતી  જયારે આ અકસ્માત સર્જીને બાઈક ચાલક ફરાર  થયો હતો.આ ફરિયાદીના આધારે પોલીસે  આઇ.પી.સી. કલમ ૨૭૯,૩૩૭ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો