skip to content

વાંકાનેર : કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈકમાં સવાર દંપતી ઘાયલ…

વાંકાનેર: 27 નેશનલ હાઇવે પાસે બેફામ ગતિએ આવતી કારે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર પતિ-પત્ની ઘાયલ થયા હતા. આ મુદ્દે ભોગ બનનાર પતિએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

જેમાં ફરિયાદી પ્રવિણભાઈ ધીરૂભાઈ ધાધલે જણાવ્યું હતું કે, તેઓ ચોટીલા નેશનલ હાઇવે પાસે તેમના પત્ની પ્રસનબેન સાથે  તેમના બાઈક નં.GJ-13-AS-9001 પર જતા હતા. એ સમયે પાછળથી આરોપી ફોરવીલ નં. GJ-12-FA-0217  નંબરના ચાલકે પોતાના હવાલાવાળી ફોરવીલ પુરઝડપે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી પ્રવિણભાઈના બાઈકની જમણી બાજુથી સાઈડ કાપી એકદમ ડાબી બાજુ આવી પ્રવિણભાઈને બાઈક સહિત અડફેટે લીધા હતા.

જેથી આ અકસ્માતમા પ્રવિણભાઈને મોઢાના ભાગે જમણી બાજુ તથા હાથે પગે જમણી બાજુ છોલાયેલ.તેમજ વાસાના ભાગે છોલાયેલ ઇજા પહોંચી હતી અને તેમના પત્નીને ડાબા હાથે તથા માથાના ભાગે ડાબી બાજુ ઇજા પહોંચી હતી. જયારે આ અકસ્માત સર્જીને કર ચાલક ફરાર  થયો હતો. આ ફરિયાદીના આધારે પોલીસે આઈ.પી.સી. કલમ-૨૭૯, ૩૩૭ તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪,૧૩૪, ૧૭૭ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો