Placeholder canvas

કપ્તાનમાં સમાચાર અપલોડ થયા ને માત્ર 10 મિનિટમાં વિશ્વકર્મા મંદિરની થેલી મળી ગઈ

વાંકાનેર: ગઈકાલે વિશ્વકર્મા મંદિરની મહત્વના ડોક્યુમેન્ટ સાથે પીળા કલરની થેલી જીનપરા ચોકથી વિવેકાનંદ સોસાયટીની વચ્ચે બાઇકમાંથી પડી ગઈ હતી. જે બાબતે વિશ્વકર્મા મંદિરના પ્રમુખ સહિતના ટ્રસ્ટી કપ્તાણની ઓફિસ પર આવ્યા હતા અને લેટરપેડ ઉપર આ હકીકત લેખિતમાં આપી હતી. તેમના સમાચાર કપ્તાનમાં અપલોડ થયા અને માત્ર 10 મિનિટમાં જ આ ખોવાયેલી થેલી વિશ્વકર્મા મંદિરે પહોંચી ગઈ…

આ સમાચાર કપ્તાનમાં અપલોડ થયા હતા ફેસબુક ટવિટર, ઇન્સ્ટાગ્રામ, ટિલિગ્રામ અને સિગ્નલમાં સેર થયા હતા અને હજુ વોટ્સએપના તમામ ગ્રુપમાં તો શેર પણ કર્યા નોહતા ત્યાં જ એક કપ્તાણનના fb પેજ પર સમાચાર વાંચીને કોઈ રિક્ષાચાલક વિશ્વકર્મા મંદિરે જઈને આ થેલી આપી આવ્યા હતા.

વિશ્વકર્મા મંદિરના પૂજારીએ ટ્રસ્ટીઓને મળી ગયાની જાણ કરી હતી અને એ ટ્રસ્ટીઓએ કપ્તાનને ફોન કરીને જાણ કરી હતી આ રિક્ષાચાલક કોણ હતા તેમની કોઈ માહિતી પૂજારી પાસે નથી. રિક્ષાચાલક ઝડપથી આવીને તેમની થેલી આપી ગયા અને જતા રહ્યા હતા…..

આ સમાચારને શેર કરો