Placeholder canvas

કુવાડવા રોડ લાતી પ્લોટમાં પુત્રએ છરી ભોંકી અને પિતાએ કેરોસીન પીધું

રાજકોટ: કુવાડવા રોડ પર લાતીપ્લોટમાં પિતાએ મિત્રોની સંગત છોડી દેવા ઠપકો આપતા પુત્રએ પોતાની જાતે પેટમાં છરી ભોંકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પિતાએ પણ કેરોસીન પી આપઘાતનો પ્રયાસ કરતા બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ,કુવાડવા રોડ લાતી પ્લોટમાં રહેતા કલ્પેશ સુરેશભાઈ માલકીયા(કોળી)(ઉ.વ.20) અને તેના પિતા સુરેશભાઈ બાબુભાઈ(ઉ.વ.50)એ આપઘાતનો પ્રયાસ કરતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.બનાવની પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

આ અંગે જાણવા મળ્યું હતું કે,બન્ને ચાંદીકામની મજૂરી કરે છે.કલ્પેશને ખરાબ મિત્રોની સંગત હોય માટે પિતાએ મિત્રોની સંગત છોડી દેવા ઠપકો આપતા કલ્પેશે પોતાની જાતે પેટમાં છરી ભોંકી હતી અને પિતાએ કહ્યું કે તારી પહેલા હું જ મરી જઈશ તેમ કહી કેરોસીન પીધું હતું.આ અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો