Placeholder canvas

વાંકાનેર: માટેલ રોડ પર કારખાનામ ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

વાંકાનેર: માટેલ રોડ પર આવેલ સિરામિક કારખાનાની ઓરડીમાં રહેતા યુવાનને કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ ગામ નજીક આવેલ સનસાઈન સિરામિકસ કારખાનામાં રહેતા કુંદનકુમાર રાજકુમાર મહોતા એ ગત તા.૨૫-૦૩-૨૦૨૨ના કારખાનામાં બપોરના ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોય જ્યાં તેનુ મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો