Placeholder canvas

ઈન્દોરની મંદિર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35નાં મોત: મૃતકોમાં 11 કચ્છના નખત્રાણાના…

ઈન્દોરના બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોએ જીવ ગુમાવ્યા છે. 20થી વધુ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. આખી રાત બચાવ કામગીરી ચાલી રહી હતી. 12થી 1.30 વાગ્યાની વચ્ચે વધુ 16 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. સેનાએ પણ મોરચો સંભાળી લીધો હતો. શુક્રવારે સવારે ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. વહીવટીતંત્રની પણ અનેક ટીમો બચાવ કામગીરીમાં લાગી છે. વાવમાંથી કાળું પાણી નીકળી રહ્યું છે, જેને કારણે ટીમને મુશ્કેલીઓ પડી રહ્યો છે. એક 53 વર્ષીય વ્યક્તિ હજુ પણ ગુમ છે.

આ બનાવમાં 35નાં મોત થયાં છે તેમાંથી 11 લોકો તો કચ્છના નખત્રાણા પંથકના મૂળ વતની હતા. આ લોકો કચ્છ પાટીદાર સમાજના હતા અને વર્ષોથી ધંધાર્થે ઇન્દોર સ્થાયી થયા હતા. મૂળ કચ્છના 11 લોકોના પણ આ દુર્ઘટનામાં જીવ ગયા છે.

ગુરુવારે રામનવમીના પર્વ પર અહીં પૂજા કરવામાં આવી રહી હતી. સવારે 11 વાગ્યે હવનનો પ્રારંભ થયો હતો. મંદિર પરિસરની અંદર વાવની છત પર 60થી વધુ લોકો બેઠા હતા. આ દરમિયાન વાવની છત અચાનક તૂટી ગઈ હતી. છત પર બેઠેલા તમામ લોકો 60 ફૂટ ઊંડી વાવમાં પડી ગયા હતા. આ મંદિર લગભગ 60 વર્ષ જૂનું છે.

આ સમાચારને શેર કરો