Placeholder canvas

આજે ટાટની પરીક્ષા: સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ઉમેદવારો રાજકોટ કેન્દ્રમાં પરીક્ષા આપશે.

ધોરણ 9 અને 10 ના શિક્ષકોની ભરતી માટે આજે ટાટની પરીક્ષા લેવામાં આવશે. આ માટે સૌરાષ્ટ્રના 11 જિલ્લાના ઉમેદવારો રાજકોટમાં પરીક્ષા આપવા માટે આવશે. કુલ 106 બિલ્ડિંગમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બપોરે 12.00 થી 3.00 દરમિયાન પરીક્ષા લેવાશે. કુલ 200 માર્કનું પેપર હશે.

સૌરાષ્ટ્રભરના ઉમેદવારો પરીક્ષા માટે આપવા આવતા હોય જેને કારણે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં ટ્રાફિક રહેશે. બહારગામના ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રમાં સમયસર પહોંચી જાય તે માટે શનિવારે મોડી રાત્રે- વહેલી સવારે જ રાજકોટ ખાતે પહોંચી ગયા હતા. પરીક્ષા કેન્દ્ર પર પોલીસ વ્યવસ્થા ઊભી કરવામાં આવશેે. પરીક્ષામાં ગેરરીતિ થાય નહિ તે માટે સીસીટીવી કેમેરા અને ફ્લાઈંગ સ્કવોડનું ચેકિંગ સતત રહેશે.

આ સમાચારને શેર કરો