Placeholder canvas

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે જમ્મુ અને તેની આસપાસ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે. વાદળછાયા વાતાવરણ સાથે કેટલીક જગ્યાએ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આજે રવિવારે અમદાવાદ, ભાવનગર, અમરેલી અને બનાસકાંઠાની સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપીમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાવાની ચેતવણી પણ અપાઈ છે. કેટલાક ભાગોમાં પાંચ દિવસ સુધી 30-40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના ઉત્તર ભાગની દરિયાઈ પટ્ટી માટે પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો