ટંકારા બાર એસોના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની સર્વાનુમતે વરણી

ટંકારા કોટ કાર્યરત થઈ ત્યારથી અત્યાર સુધી બાર એસોસીએશન દ્વારા ચુંટણી યોજાઈ નથી નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવતા વકિલ બંધુ

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા બાર એસોના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની આજ રોજ બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમા યુવા એડવોકેટ પિયુષ ભટાસણા ને પ્રમુખ પદ અને વરિષ્ઠ કાયદા તજજ્ઞ આર જી ભાગિયાની સેકેટરી ઉપરાંત કાનૂની જાગુતી માટે જહેમો જહેમત ઉઠાવતા મુકેશભાઈ બારૈયાની ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી

નવા હોદેદારો ને ટંકારા બાર એસોના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા ત્યારે હોદ્દેદારોએ પણ એડવોકેટ સંબંધિત કોઈપણ મુશ્કેલીઓના નિવારણ માટે નવી ટીમ હમેશા કાર્યરત રહેશે તેવી ખાતરી આપી હતી.

આ તકે પંથકના જાણતા ધારાશાસ્ત્રી સંજય ભાગિયા, અલ્પેશભાઈ દલસાણિયા, અમિતભાઈ જાની, હિરેનભાઈ નિમાવત, અરવિંદભાઈ છત્રોલા, હિતેષભાઈ ભોરણિયા, અતુલભાઈ ત્રિવેદી, બી. વી. હાલા, પરેશભાઈ ઉજરીયા, ધવલભાઈ ગાંધી, અમિત ભટાસણા, કાનજી દેવડા, નિલેશ ભાગિયા, બિપીન સોલંકી, કલ્પેશ સેજપાલ, જ્યોતિબેન દુબરીયા, કિષ્નાબેન પટેલ હાજર રહ્યા હતા. જ્યારે રવિ લો અને રાહુલ ડાંગર કોઈ કારણે હાજર ન હોવાથી ટેલીફોનિક શુભેચ્છા પાઠવી હતી.

આ સમાચારને શેર કરો