દોશી કોલેજે સ્પોર્ટમાં કાઠું કાઢ્યું : કુસ્તીમા પણ સિલ્વર મેડલ મેળવ્યો
વાંકાનેર: દોશી કોલેજ હવે વિવિધ ક્ષેત્રમાં કાઠું કાઢી રહી છે, સ્પોર્ટ, એનસીસી તેમજ અભ્યાસમાં યુનિવર્સિટી લેવલે મેડલ મેળવીને વાંકાનેરનું નામ રોશન કરી રહી છે. દોશી કોલેજમાં માત્ર શિક્ષણમાં જ નહીં પરંતુ એનસીસી અને સ્પોર્ટમાં પણ કાઠું કાઢી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજકોટ મુકામે આંતર કોલેજ કુસ્તી સ્પર્ધા યોજાયેલ હતી. જેમાં ૬૧ થી ૬૫ વેટ કેટેગરીમાં ધરોડીયા આશિષ જયેશભાઈએ ભાગ લીધેલ હતો. જેમાં ૬૧ થી ૬૫ વેટ કેટેગરીના ખેલાડીઓને માત આપી સિલ્વર મેડલ મેળવ્યો છે.
ધરોડીયા આશિષ જયેશભાઈ અને રમત ગમતના અધ્યાપક કેપ્ટન ડૉ. વાય.એ.ચાવડાને આ સફળતા માટે શ્રી દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, સેક્રટરી શ્રી, આચાર્ય શ્રી અને દોશી કૉલેજ પરિવારે અભિનંદન અને શુભેચ્છા વ્યક્ત કરી હતી.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GrlauXjf1YG8awOPfczJy6
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…