Placeholder canvas

ટંકારા ગ્રામ પંચાયત બનશે ટંકારા નગરપાલિકા…

ટંકારા : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયત સાથે બે ગ્રામ પંચાયતોને એકત્રિત કરીને ટંકારા નગરપાલિકા બનાવવાની મંજૂરી આપી છે.

આર્ય સમાજના સ્થાપક અને સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનું જન્‍મ સ્થળ ટંકારા આજે ૨૨ હજાર જેટલી જનસંખ્યા ધરાવતું ગામ છે. ટંકારાના ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખવા સાથે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતીને ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ટંકારાને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.ટંકારા ગ્રામ પંચાયત સાથે મોરબી જિલ્લાની અન્ય બે ગ્રામ પંચાયતો આર્યનગર અને કલ્યાણપરને એકત્રિત કરીને આ નવી ટંકારા નગરપાલિકા બનશે.

આ સમાચારને શેર કરો