Placeholder canvas

ટંકારા: વીરવાવમાં પોલીસની ભરતી માટે યુવાનોને સઘન તાલીમ આપતા SRPના નિવૃત અધિકારી

રાજ્યના પોલીસ દળમાં મોટાપાયે ભરતી થવાની છે. ત્યારે પોલીસ દળમાં જોડાવવા માટે ટંકારા પંથકના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ટંકારાના વીરવાવ ગામે પોલીસની ભરતીમાં જોડાવવા ઇચ્છતા યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એસઆરપીના નિવૃત અધિકારી આગળ આવ્યા છે. તેઓ દરરોજ વિના મૂલ્યે વહેલી સવારે 20 જેટલા ઉમેદવારોને ફ્રીઝીકલ ટ્રેનિંગ આપે છે.

ટંકારાના વીરવાવ ગામે પોલીસની ભરતી માટે સઘન તાલીમ આપવા માટે ફિઝિકલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. જેમાં યુવાનોને પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન સાથે ફ્રીઝીકલ ટ્રેનિંગ આપવા માટે એસઆરપીના નિવૃત પીઆઇ ફકીરભાઈ ગમારાએ ઉમદા પહેલ કરી છે અને તેઓ છેલ્લા બે મહિનાથી દરરોજ વહેલી સવારે મેદાનમાં જઈને યુવાનોને વિનામૂલ્યે રનિંગ સહિતની સઘન ટ્રેનિંગ આપે છે. આશરે 20 જેટલા ઉમેદવારો પણ ઉત્સાહિત થઈને દરરોજ સઘન તાલીમ લઈને પોલીસની ભરતી માટે પોતાના શરીરને એકદમ સ્ફૂર્તિમય બનાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો