ટંકારા: બસ સ્ટેન્ડનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત

ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રીની જાહેરાત: રાજ્યમાં 1000 નવી બસો ખરીદી કરી સેવામાં મુકાશે, 50 ઇ- બસો પણ મુકાશે

By Jayesh Bhatashna (Tankara). . ટંકારા : ટંકારા બસ સ્ટેન્ડનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે સાંજે ઇ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વેળાએ અનેક નેતાઓ અને સ્થાનિક અધિકારીઓ ઉપસ્થિત રહી આ પ્રસંગના સાક્ષી બન્યા હતા. વધુમાં ખાતમુહૂર્ત વેળાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં 1000 નવી બસો ખરીદી કરી સેવામાં મુકવાની તથા 50 ઇ- બસો પણ મુકવાની મહત્વની જાહેરાત કરી હતી.

છેલ્લા ઘણા વર્ષોથી ટંકારામાં બસ સ્ટેન્ડ જ ન હોય આ મામલે થયેલી રજૂઆતો સફળ નીવડી છે. આજે નવા વર્ષના પ્રથમ દિવસે જ ટંકારાના બસ સ્ટેન્ડનું મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત થયું છે. આ બસ સ્ટેન્ડ જુના બસ સ્ટેન્ડની જગ્યાએ જ બનવાનું છે. જેના ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પોલીસ વડા ઓડેદરા, અધિક કલેકટર કેતન જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસ.ટીમાં 1000 નવી બસ ખરીદ કરીને આગામી જૂન મહિનાથી મુસાફરોની સેવામાં મૂકવામાં આવશે. તેમણે રાજ્યમાં સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય જાહેર પરિવહન સેવા માટે નવી 50 ઇ બસ મૂકવામાં આવશે તેવી ઘોષણા પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યમાં કુલ 33.66 કરોડના ખર્ચે સાકાર થયેલા 5 નવા બસ મથકોના લોકાર્પણ અને 10 નવા બનનારા બસ મથકોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યું હતું.

કુલ ખર્ચ : રૂ.1.66 કરોડ
કુલ જમીન : રૂ. 2646 ચો.મી.
બાંધકામ વિસ્તાર : 268.32 ચો.મી.
પ્લેટફોર્મ : 5
પ્લેટફોર્મ વિસ્તાર: 72.39 ચો.મી.
મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ : 140.14 ચો.મી.
ટ્રાફિક કંટ્રોલર રૂમ : 12.48 ચો.મી.
કેન્ટીન( કિચન સહિત) : 25.56 ચો.મી.
વોટર રૂમ( આર.ઓ.સહિત) : 4.34 ચો.મી.
પાર્સલ રૂમ : 4.46 ચો.મી.
સ્ટોલ કમ શોપ : ( 2 નંગ) 4.46 ચો.મી.
લેડીઝ રેસ્ટરૂમ( શૌચાલય સહિત) : 14.40 ચો.મી.
મુસાફરો શૌચાલય : 32.93 ચો.મી.
સર્ક્યુલેશન વિસ્તારમાં સી.સી. ટ્રી મિક્ષ ફ્લોરિંગ : 1550 ચો.મી.
અંદાજીત લાભ લેનાર દૈનિક મુસાફરોની સંખ્યા : 22000
બસોનું આવાગમન : 450
વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પે. શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પ સહિતની સુવિધાઓ

આ સમાચારને શેર કરો
  • 35
  •  
  •  
  •  
  •  
  •  
    35
    Shares