Placeholder canvas

વાંકાનેર; વઘાસીયા ગામે જમીન હડપ કરનાર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા કલેકટરને રજુઆત 

વાંકાનેરના વઘાસિયા ગામે જમીન હડપ કરનાર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા માટે એક અરજદારે જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. જેમાં તેમને જણાવ્યું છે કે જમીનના તમામ પુરાવાઓ હોવા છતાં એક ઇસમ દ્વારા કબજો જમાવીને ધાક ધમકી આપવામાં આવી રહી છે.

વાંકાનેરના અમરપરા વિસ્તારમાં મિલ પ્લોટમાં રહેતા પંકજકુમાર મનજીભાઈ ધરોડીયાએ જિલ્લા કલેકટરને રજુઆતમાં જણાવ્યું છે કે વઘાસિયા ગામે તેઓની સર્વે નં.193 પૈકી 3ની ખેતીની 4 ગુઠા જમીન આવેલ છે. તેઓના પિતાનું અવસાન થતાં ભાયુભાગે આ જમીન મળેલ છે. જેમાં એક ઓરડી છે તેનું વીજ કનેક્શન પણ પોતાના નામનું છે. ગામ નમૂના નં. 6, 7/12 અને 8-અની નકલ તથા બેંક ઓફ ઇન્ડિયામાંથી લીધેલ ધિરાણ સહીતના જરૂરી પુરાવાઓ પણ છે.

તેમ છતાં કિશોરસિંહ મૂળરાજસિંહ ઝાલા નામના વ્યક્તિએ જમીનમાં જતા અટકાવીને મારી નાખવાની ધમકી આપી છે. જેથી તેમની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.તેમ રજુઆતમાં જણાવાયું છે.

આ સમાચારને શેર કરો