Placeholder canvas

ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં: વાંકાનેરમાં ધર્મરથનું સામૈયા કરીને સ્વાગત કરવામાં આવ્યું

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને ભાજપ સરકારના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરોધી નિવેદન બાદ ઉભો થયેલો વિવાદ હજુ સુધી યથાવત રહ્યો છે. ખાસ કરીને મંત્રી રૂપાલાની ટિકિટ કાયમ રહેતા વિરોધનો સૂર હવે સરકાર સામે ઉઠી રહ્યો છે અને આ સૂર હવે બુલંદ કરવા કચ્છમાં ક્ષત્રિય અસ્મિતા રથનું આયોજન કરવામાં આવ્યું છે. આ અસ્મિતા રથને આજે યાત્રાધામ માતાના મઢ ખાતેથી પ્રસ્થાન કરાવાયું હતું. ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના આયોજન હેઠળ અસ્મિતા રથ સમગ્ર જિલ્લાના ગામોમાં ફરી સરકાર સામે ધર્મની જીતનો સંદેશ ફેલાવવામાં આવશે.

રાજપૂત ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા આયોજિત ક્ષત્રિય નારી અસ્મિતા રથને આજે કચ્છમાં માતાના મઢ મંદિર પાસેથી પ્રસ્થાન કરાવાયું હતું. આ પહેલા ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના લોકો માતાના મઢ ખાતેની ક્ષત્રિય સમાજવાડી ખાતે એકત્ર થયા હતા અને રેલી સ્વરૂપે માં આશાપુરા મંદિરે પહોંચી માતાજીના દર્શન બાદ અસ્મિતા ધર્મ રથને પ્રસ્થાન કરાવાયું હતું.

ગઈકાલે ધર્મરથ વાંકાનેર તાલુકામાં આવ્યો હતો અને ક્ષત્રિય સમાજના ગામોમાં ફર્યો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ધર્મરથનું સામૈયા કરીને સ્વાગત કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે આ વેળાએ માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં પણ અન્ય સમાજના લોકોએ પણ તેમાં જોડાયા હતા.

દરેક ગામમાં ધર્મરથમાં આવેલા આગેવાનો લોકોને સમજાવતા હતા કે દેશમાં 22 કરોડ અને ગુજરાતમાં 75 લાખ રાજપુત છે, ભાજપને આ રજપૂત કરતા રૂપાલાનું પલુ ભારે લાગતું હોય અને ક્ષત્રિય સમાજની તેમને જરૂર ન હોય તો ક્ષત્રિય સમાજને પણ તેમની સાતવાર જરૂર નથી. અને ખુલ્લેઆમ કહીએ છીએ કે ભાજપના આ અહંકાર અભીમાનને ઉતારવા માટે ભાજપનો બહિષ્કાર કરીને કોંગ્રેસને જ મત આપવાનો છે. આપણે આ જ કમળને કાદવમાંથી કાઢીને માથા ઉપર ચઢાવ્યું હવે આ કમળને માથા ઉપરથી પાછું કાદવમાં ફેકવાનો સમય આવી ગયો છે.

ક્ષત્રિય સમાજના આગેવાનોએ વધુમાં ઉમેર્યું હતું કે તમને સમજાવવા માટે સમાજના આગેવાનો આવશે તેમને બે હાથ જોડીને કહી દેજો કે અમે સમાજ સાથે છીએ અને સંકલન સમિતિ વિશે કેટલીક ખોટી અફવાઓ ફેલાવોમાં આવી રહી છે અને હજુ વધુ ફેલાવવામાં આવશે કોઈ વાતમાં આવશો નહીં. આપણે હવે તેમની સાથે સમાધાન કરવાનું નથી અને કોઈ બેઠક પણ કરવાની નથી. આપણે હવે ચૂંટણીના દિવસે એક પણ મત રહી ન જાય અને સો ટકા મતદાન કરવાનું છે તેમજ દરેક વ્યક્તિએ બે પાંચ પાંચ બીજા મતો ભાજપની વિરુદ્ધ કોંગ્રેસમાં અપાવવાના છે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આજે આપણે આપણા વડવાઓને યાદ કરીએ છીએ તેમ આપણે આ લડત લડશું તો આવનારી પેઢી આપને પણ યાદ કરશે. આ આપણા સ્વમાનની લડાઈ છે, નારી અસ્મિતા ની લડાઈ છે જે પુરી તાકાત અને જોમ સાથે લડવાની છે.

વાંકાનેર તાલુકાના દરેક ક્ષત્રિય ગામમાં આ રથ પહોંચ્યો હતો અને ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. દરેક ગામમાં ભાજપ વિરુદ્ધ અને કોંગ્રેસ તરફથી મતદાન કરાવવાના સોગંદ લેવડાવામાં આવ્યા હતા.

કપ્તાન ન્યૂઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/BmMkO4yyxnBGTaDSFixhSl

આ સમાચારને શેર કરો