Placeholder canvas

ટંકારાના સ્વામી દયાનંદ સરસ્વતીની આવતી કાલે 200મી જન્મ જયંતિ

ટંકારાના સ્વામી દયાનંદ સરસ્વતીની આવતી કાલે 200મી જન્મ જયંતિ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ 12 ફેબ્રુઆરી ને સવારે 9 વાગ્યે દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં જ્ઞાન જયંતિ પર્વમા હાજરી આપી આગામી બે વર્ષ માટે વિશ્ર્વવ્યાપી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરાવશે. ઋષિ ભુમી ટંકારા શહેરના રાજમાર્ગો ઉપર બેનરો લગાવવામાં આવ્યા અનેરો ઉત્સાહ

વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક ભારતના ભિષમપિતા રાષ્ટ્રપુરુષ સતિ પ્રથા કુરિવાજો આઝાદીના પ્રથમ ઉદ્બોધક અનેક ક્રાંતિકારી ના પેરણા સ્ત્રોત વૈદિક સંસ્કૃતિ ને પ્રજ્વલિત કરવામાં આર્ય સમાજની સ્થાપના કરનારા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીની આવતી કાલે બસોમી જન્મ જયંતિ છે. આ તકે દિલ્હી ખાતે ઈન્દીરા ગાંધી સ્ટેડિયમ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી બે વર્ષમાં વિશ્ર્વવયાપી સમાજ સુધારણા કાર્યક્રમ ખુલ્લા મુકવામાં આવશે. આ તકે દેશ પરદેશમાંથી હજારો આર્ય સમાજી ઉપસ્થિત રહશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા ડેમી નદીના કિનારે બ્રાહ્મણ કરશનભાઈ ત્રિવેદી ને માતા અમરૂતબાઈ ના કુખે 12 ફેબ્રુઆરી 1824 મા જન્મેલ બાળ મુળશંકર ઉર્ફે દયારામ બાદ મહર્ષિ દયાનંદ સરસ્વતી બની દેશને વૈદિક સંસ્કૃતિનુ ખરૂ સ્વરૂપ સમાજ સામે આપી સત્યાર્થ પ્રકાશ ગ્રંથની રચના કરી અનેક કુરીવાજો પ્રથા બંધ કરાવવાની પહેલ કરનાર બન્યા હતા. એવા આર્ય સમાજના સ્થાપક ઋષિની બસોમી જન્મ જયંતિ જ્ઞાન જયંતિ પર્વ તરીકે બે વર્ષ સુધી વિશ્ર્વ વ્યાપી સમાજ સુધારણા અભિયાન હાથ ધરવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત ઋષિની પાવન ભૂમિ પર પણ શહેરના રાજમાર્ગો ઉપર બેનરો પતાકા લગાવી બસોમી જન્મ જયંતિ ઉજવણી તૈયારી કરવામાં આવી છે અને આર્યસમાજી મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સમાચારને શેર કરો