Placeholder canvas

વાંકાનેર: પ્રતાપગઢ ગામે PGVCLના ટીસીની ચોરી કરતાં બે તસ્કરોને રંગેહાથ ઝડપ્યા

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરતા બે તસ્કરોને ગ્રામજનોએ રંગે હાથ ઝડપી લીધા હતા અને પીજીવીસીએલની કચેરીના અધિકારીઓના હવાલે કર્યા હતા. આ સમગ્ર મામલે પીજીવીસીએલના નાયબ ઇજનેર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વાંકાનેર પીજીવીસીએલ ગ્રામ્ય પેટા વિભાગ-૦૧ માં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા બજાવતા હિતુલકુમાર હરજીવનભાઈ પટેલ દ્વારા આરોપી હુશેનભાઇ બચુભાઇ સુમરા અને અલ્તાફશા ગુલાબશા શાહમદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યું હતું કે, તારીખ ૯ ફેબ્રુઆરીના રોજ હેતુલકુમાર ફરજ ઉપર હતા એ વખતે તેમને પ્રતાપગઢ ગામના સરપંચ અબુજીભાઈ વલીભાઈ શેરસીયાનો ફોન આવ્યો હતો અને અબુજી ભાઈએ જણાવ્યું હતું કે તેમની વાડી પાસે આવેલ ૧૦ કે.વી.એ ટ્રાન્સફોર્મરને બે વ્યક્તિઓ દ્વારા નીચે ઉતારી ટ્રાન્સફોર્મરની ચોરી કરવામાં આવતી હતી. જેથી ગ્રામજનોએ આ બે વ્યક્તિઓને પકડી રાખેલ છે અને પીજીવીસીએલના અધિકારીઓ ત્યાં તાત્કાલિક પહોંચે. જે બાદ હેતુલભાઇ અને તેમની સાથેના અન્ય એક નાયબ ઈજનેર ઘનશ્યામભાઈ સરવૈયા સહિત બંને અધિકારીઓ અબુજીભાઈ સરપંચની વાડીએ પહોંચ્યા હતા જ્યાં તેમણે નિહાળ્યું હતું કે, વીજ ગ્રાહક નં.૩૪૭૮૫/૦૦૫૩૬/૦ માં આવેલ રૂપિયા ૬૦,૦૦૦ની કિમતનું ૧૦ કે.વી.એ. વીજ ટ્રાન્સફોર્મર નીચે ઉતારેલું હતું. અને બંને તક્સરોને ગ્રામજનોએ પકડી રાખ્યા રાખ્યા હતા. અને બંને આરોપીએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યાનું ક્બુલ્યુ હતું.

આ ફરિયાદના આધારે પોલીસે આઇ.પી.સી.કલમ- ૩૭૯/ ૫૧૧/ ૧૧૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો