Placeholder canvas

એકજ આરોપીને બે અલગ અલગ ચેક રિટર્નના કેશમાં એક વર્ષની સજા કરતી ટંકારા કોર્ટ.

ટંકારામાં આરોપીને કસુરવાન ઠેરવીને ચેક પેટેના રૂ.5,00,000/- ચુકવવા તેમજ 1 વર્ષની સાદી કેદ ની સજા ફટકારી છે.

ટંકારામાં દેવદાનભાઈ રવાભાઈ ડાંગર તથા રાજેશભાઈ મોમૈયા ભાઈ સવસેટા એ અલગ અલગ પાંચ પાંચ લાખના ચેકની વર્ષ 2022 માં ફરિયાદ દાખલ કરેલ હતી.

ટંકારા ના રહેવાસી અમિતભાઇ ધનજીભાઈ અઘેરા એ ફરિયાદી પાસે થી પૈસાની જરૂરીયાત હોય હાથ ઉછીના પૈસા લીધેલ હતા આ રકમ પરત આપવા માટે ચેક આપેલ હતો જે વણ ચૂકવ્યે પરત થતાં દેવદાનભાઈ રવાભાઈ ડાંગર તથા રાજેશભાઈ મોમૈયા ભાઈ સવસેટા એ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 અન્વયે ટંકારાની કોર્ટમાં વકીલ અમિત પી જાની ,રાહુલ ડી ડાંગર ,કેતન બી ચૌહાણ તથા જ્યોતિ પી દુબરીયા મારફતે વર્ષ 2022 માં ફરિયાદ દાખલ કરેલ હોઈ, જે કેસ ચાલી જતાં ટંકારાના માહે જયુડિ. મેજી.ફ.ક. એસ.જી.શેખ સાહેબએ આરોપી ને એક વર્ષ ની સાદી કેદ ની સજા અને ચેકની 5,00,000/- રકમ 60 દિવસ માં ચૂકવવા તેમજ કસુર થયેથી વધુ તો 3 મહિના ની સાદી કેદ નો હુકમ ફરમાવામાં આવેલ જે કેસ માં ફરિયાદી તરફે મોરબી/ ટંકારા ના જાણીતા વકીલ અમિત પી જાની ,રાહુલ ડી ડાંગર ,કેતન બી ચૌહાણ તથા જ્યોતિ પી દુબરીયા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો