Placeholder canvas

ધોરણ 9ની છાત્રાને ફસાવી લંપટ શિક્ષક દ્વારા 3 વખત દૂષ્કર્મ

આરોપી શિક્ષકની ધરપકડ કરી રિમાન્ડ પર લેવાયો, અંતે જેલ હવાલેઃ આગામી તા. 27મીએ લગ્ન હતા

રાજકોટ, : રાજકોટમાં વાલીજગત માટે ચિંતા જગાવનાર કિસ્સો સામે આવ્યો છે. જીવરાજ પાર્ક પાસેની અંબિકા ટાઉનશિપમાં સ્થિત નચિકેતા સ્કૂલના લંપટ શિક્ષક અભિષેક વિમલ પંડયા (ઉ.વ .24, રહે. તિરૂપતી હાઈટસ, ઘંટેશ્વર)એ ધો. 9માં અભ્યાસ કરતી માત્ર 14 વર્ષની છાત્રાને ફસાવી તેની ઉપર એક જ રાતમાં ત્રણ વખત દૂષ્કર્મ ગુજાર્યાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.

ગાંધીગ્રામ-2 પોલીસે આરોપી શિક્ષક અભિષેકની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ પર મેળવ્યો હતો. રિમાન્ડ પુરા થતા આજે તેને કોર્ટમાં રજૂ કરતાં જેલહવાલે કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આરોપી શિક્ષક અભિષેક અને તેની બહેનના આગામી તા. 27મીએ લગ્ન હતા. આમ છતાં આ દૂષ્કૃત્ય કર્યું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આરોપી શિક્ષક અભિષેકે ધો.૯ની છાત્રા સાથે પરિચય થયા બાદ ઈન્સ્ટાગ્રામ ઉપર તેને ફ્રેન્ડ બનાવી હતી. ત્યારબાદ બંને અવાર-નવાર વાતચીત અને ચેટ કરતા હતા. ભોગ બનનાર છાત્રા સાંજે ઘરેથી નીકળી ગયા બાદ લાપત્તા બની ગઈ હતી. તેના ચિંતાતુર વાલીઓએ ઘણી શોધખોળ કરી હતી. પરંતુ કોઈ પત્તો નહીં મળતાં બીજા દિવસે ગાંધીગ્રામ-ર પોલીસને જાણ કરતાં પોલીસે નિયમ મુજબ અપહરણની ફરિયાદ નોંધી હતી. તેના થોડા સમય બાદ ભોગ બનનાર છાત્રા ઘરે પહોંચી ગઈ હતી.

વાલીઓએ કયાં હતી તે બાબતે પૂછતાં જણાવ્યું કે આરોપી શિક્ષક અભિષેક તેને ભગાડીને પોતાના ફલેટે લઈ ગયો હતો. જયાં રાત દરમિયાન તેની ઉપર ત્રણ વખત દૂષ્કર્મ ગુજાર્યા બાદ બીજા દિવસે વહેલી સવારે તેને ઘર નજીક મુકી જતો રહ્યો હતો. વાલીઓ આ વાત સાંભળી ચોંકી ઉઠયા હતા. તત્કાળ ગાંધીગ્રામ-2 પોલીસને જાણ કરતાં તેના સ્ટાફે ભોગ બનનાર બાળાની પૂછપરછ કરી આ કેસમાં પોકસો અને દૂષ્કર્મ સહિતની કલમોનો ઉમેરો કરી આરોપી શિક્ષક અભિષેકની ધરપકડ કરી હતી.

આ સમાચારને શેર કરો