Placeholder canvas

ટંકારા: બે વર્ષથી પથારીવશ છતરના કીશોરનું ઓપરેશન થશે… જાણો કઈ રીતે?

ટંકારા તાલુકાના છતર ગામે કિશોરભાઈ ભનાભાઈ સૌલંકી ને બે વર્ષ પહેલા બાઈક અકસ્માત સર્જાયો હતો અને તે વખતે પગનુ ફેકચર હોવા છતાં કોરોના કાળ અને આર્થિક સ્થિતિ સારી ન હોવાથી યોગ્ય ટિટમેનટ થઈ શકી નહોતી.

પછી તો કિશોરભાઈ ની પિડા અને ચાલવું કામકરવુ બધું ખાટલાવહુ થઈ ગયું કુટુંબ કબીલો પણ આર્થિક અને અભ્યાસ ને કારણે શુ કરવુ એ સમજે નહી એવામાં ગત દિવસોમાં છતર ગામે એફ્પો સંસ્થા બિસીઆઈ પ્રોજેકટ હેઠળ ડિસેન્ટ વર્ક થકી સંસ્થાની કામગીરી વિશે ગામના જનકભાઈ પરમારે વાત કરી.

જનકભાઈ ને છતર ગામે મોબાઇલ રીચાજ રીપેરીંગની દુકાન અને સંસ્થાની મિટીંગ હોય કે કાર્યકર્તા ને બેસવું હોય એની ખુરશી ખાલી કરી દે એવો ભલો જુવાન તે કિશોરભાઈ ને આશા જાગી અને ફોન ધુમેડયો અને વિગતે વાત કરી.

સંસ્થાના ફિલ્ડ ફેસીલિલેટર તરીકે ત્યા જઈ હકીકત જાણી અને શુ કરી જેથી આપની તકલીફ દુર કરી શકાય તો ખંતિલો કિશોર ખાટલેથી હડફથી બેઠો થઈ ને કે એ સાઈબ કાવડીયા નહી બાકી હિમત તો હજી ધણી છે. થોડો ટેકો મળે તો અમદાવાદ જઈ ઓપરેશન કરાયાવ સાઈબ…..

હવે મને રસ્તો મળી ગયો કે કરવાનું શું છે એટલે મે છતર બેઠક ના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન નેતા અરવિંદ દુબરીયાને ફોન કર્યો અને યોગ્ય રજૂઆત કરી એટલે અરવિંદભાઈ કે કરો કાગળીયા તૈયાર હું તો બહાર છું પણ ટંકારા તાલુકાના યુવા આગેવાન રશિકભાઈ દુબરીયા અને નિલેશભાઈ પટણી સાથે આવી આર્થિક સહાય આપી અમદાવાદ આવા જવા રહેવાનો ખર્ચ આપ્યો હતો અને રશમિકાંતે આશ્વાસન આપ્યું કે અમે પરીવારની ની જેમ ઊભા છી બધુ થઈ જશે.

પછી શું અમદાવાદ હોસ્પિટલમાં સેવા આપતા શિક્ષક દંપતી ભાવનાબેન કાંતિલાલ કાસુન્દરા ને કેસ જણાવ્યો એને કિધુ કે અમદાવાદ પહોચાડી દો અને ઓરીજનલ ડોક્યુમેન્ટ ફાઈલ અને કપડા લતા લઈને મોકલજો અહીથી ઓકે કરી મોકલવાની જવાબદારી મારી.. અને બધું વિનામુલ્યે હો…..

તો કિશોરભાઈ સૌલંકીને આ અંગે વાત કરી અને તૈયારી કરો આ અઠવાડિયે જ અમદાવાદ ઉપડવાનુ છે અને આ સાંભળી ગદગદીત થઈ ગયા અને કેટલાય ઢગલાબંધ આશિર્વાદ આપી દીધા…

ડોક્યુમેન્ટ બધા રેડી કરી દીધા છે અને અમદાવાદ ડોક્ટર ને વોટસપ કરી દીધા છે આજે 7-6-23ને બુધવારે આર્થિક સહાય આપી ડોક્ટર અમદાવાદ બોલાવે તેદી દાખલ કરશું….

આ સમાચારને શેર કરો