skip to content

ટંકારા: સાવડી પાસે બે બાઈક સામસામે અથડાતા બન્ને ચાલક ઇજાગ્રસ્ત…

ટંકારા : ટંકારા તાલુકાના સાવડી નજીક બે બાઈક સામસામે અથડાતા બન્ને બાઈક ચાલકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે 108 મારફતે ટંકારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળેલી માહિતી મુજબ આજે સવારના સમયે રાજકોટથી લતીપર લગ્નપ્રસંગમાં જઈ રહેલા બાઈક સવારને ટંકારા તાલુકાના સાવડી ગામના ખેડૂત વાડીએ જતા હોય આ બન્ને બાઇક વચ્ચે સાવડીથી અરણેશ્વર મહાદેવ મંદિર જવાના રસ્તે અકસ્માત થતા બન્ને બાઈક ચાલકોને ઇજાઓ પહોંચતા 108 મારફતે ટંકારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો