Placeholder canvas

ટંકારા: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ

ફરિયાદી પાસે મિત્રતા નાતે હાથ ઉછીના લીધેલા રૂપિયા પરત ન આપતા સજા ફટકારતી ટંકારા કોર્ટ.

ટંકારા શહેર માં આરોપી ને કસુરવાન ઠેરવી ને રૂ.2,00,000/- ચુકવવા તેમજ 1 વર્ષની સાદી કેદ ની સજા ફટકારી છે.

ટંકારામાં રાજેશભાઈ મોમાયાભાઈ સવસેટા એ વર્ષ 2022 માં ફરિયાદ દાખલ કરેલ હતી. ઉમિયાનગર ના રહેવાસી કાંતિભાઈ દેવશીભાઇ તાલપરા એ ફરિયાદી પાસે હાથ ઉછીના રૂપિયા લીધેલા હતા આ રકમ પરત આપવા માટે ચેક આપેલ હતો જે વણ ચૂકવ્યે પરત થતાં રાજેશભાઈ મોમયાભાઈ સવસેટા એ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 અન્વયે ટંકારાના જયુડિ. મેજી. ફ.ક સાહેબ ની કોર્ટમાં વકીલ અમિત પી જાની ,રાહુલ ડી ડાંગર ,કેતન બી ચૌહાણ તથા જ્યોતિ પી દુબરીયા મારફતે મે 2022 માં દાખલ કરેલ હોઈ, જે કેસ ચાલી જતાં ટંકારાના જયુડિ. ફ કે મેજી. એસ.જી.શેખ એ ફરીયાદી પક્ષે રજુ થયેલ પુરાવાઓ તથા ફરીયાદીના વકીલોની ધારદાર દલીલો ધ્યાને લઈ,આરોપી ને એક વર્ષ ની સાદી કેદ ની સજા અને ચેક ની રકમ રૂ.2,00,000/- નો દંડ અને દંડ ચૂકવવા માં કસુર થયેથી 3 મહિના ની કેદ અને દંડ ની રકમ માંથી ફરિયાદી ને ચેક ની રકમ ચૂકવવા નો ચુકાદો આપેલ છે જે કેસ માં ફરિયાદી તરફે ટંકારા ના જાણીતા વકીલ અમિત પી જાની ,રાહુલ ડી ડાંગર ,કેતન બી ચૌહાણ તથા જ્યોતિ પી દુબરીયા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો