Placeholder canvas

ચકલી માટે ચંદુભાઈની ચીવટ દર વર્ષે કમાણીનો મોટો હિસ્સો પર્યાવરણ પાછળ ખર્ચે છે.

પરીવાર માટે મથામણ કરતા કાળા માથાના માનવી વચ્ચે ટંકારા તાલુકાના હરીપર ગામના ચંદુભાઈ પર્યાવરણ માટે વર્ષોથી કરતા પ્રયાસો આજે પરીણામ સ્વરૂપે પહોચ્યા છે. તાલુકા વાસી માટે 50 % દરે કલમી રોપા ઉપરાંત વિના મૂલ્યે માળા વિતરણ થકી ખુબ ઉમદા કાર્ય કરે છે.

ટંકારા તાલુકાના હરીપર ગામે રહેતા ચંદુભાઈ ભાગિયા કે જેઓ જાનકી સ્ટેશનરી & ઝેરોક્ષ, જાનકી ડિજિટલ પોઈન્ટ અને જાનકી મિનિ ઓઇલ મિલના માલિક છે. સાથે સજીવ ખેતી કરે છે જેથી પ્રકુતી સાથે અનન્ય લગાવ હોવાથી નવરંગ નેચર ક્લબના આજીવન સભ્ય બન્યા. બાદ દર વર્ષે પોતાની કમાણીનો થોડો ભાગ પર્યાવરણના કામમાં વાપરે છે, છેલ્લા સાત વર્ષથી પ્રતી વર્ષ ૧૨૦૦૦ ચકલીના માળા છપાવી ટંકારા તાલુકા ના ૨૩ ગામ, વાંકાનેર તાલુકા ના ૧૭ ગામ અને રાજકોટ તાલુકા ના ૧૫ ગામ માં વિનામુલ્યે વિતરણ કરી ચૂક્યા છે.

ચકલી બચાવવાની પ્રવૃતિ માં વધુ માં વધુ લોકો જોડાય તે ખૂબ જ જરૂરી છે. દર વર્ષે ચકલી માટે ૧૨૦૦૦ ઘર નું વિતરણ કરી ચંદુભાઈ પર્યાવરણ ની ખૂબ મોટી સેવા કરે છે. એટલુ જ નહી પરંતુ ફુલ ફળ કલમી રોપા 50 %પોતે ભોગવી ટંકારા વખતો વખત કેમ્પ કરે છે ચંદુભાઈ ભાગિયા આ કાર્ય માટે વી. ડી. બાલા પ્રમુખ, નવરંગ નેચર ક્લબ – રાજકોટ મો. ૯૪૨૭૫૬૩૮૯૮ વાળાને પ્રેરણા સ્ત્રોત માને છે અને લોકો ને ઉનાળામાં પક્ષી પારેવડા માટે પાણી ચણ નાંખવા વિનંતી કરે છે.

આ સમાચારને શેર કરો