Placeholder canvas

RTE હેઠળ એડમિશન માટેના ફોર્મ ક્યારથી ભરી શકશે ? જાણવા વાંચો.

ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.

વર્ષ 2024-25 માટે RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત થઈ ગઈ છે. અત્રે જણાવીએ કે, 1 જૂનના રોજ છ વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓને RTE અંતર્ગત પ્રવેશ મેળશે. સાથો સાથ જણાવીએ કે,આગામી 14થી 26 માર્ચ સુધી પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ધોરણ 1માં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગે આ મહત્વની જાહેરાત કરી છે.

14થી 26 માર્ચ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે RTE અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 14થી 26 માર્ચ દરમિયાન પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જરૂરી ડોક્યૂમેન્ટ સાથે વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

કઈ રીતે ભરવું ફોર્મ?
RTE માટેનું ફૉર્મ કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન ભરી શકે છે. જેની આધિકારીક વેબસાઇટ પર જઈને.

આધિકારીક વેબસાઇટ કઈ છે?
rte.orpgujarat.com

આ સમાચારને શેર કરો