Placeholder canvas

રાજકોટમાં 1 હજારમાં ક્યાં સિટી સ્કેન કરી શકાશે ? જાણો

રાજકોટમાં 1 હજારમાં સિટી સ્કેન સિવિલ હોસ્પિટલમાં કરી શકાશે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 24 કલાક સિટી સ્કેન મશીન કાર્યરત થઈ ગયું છે, ખાનગી લેબમાં રૂ. 3-4 હજારનો ખર્ચ થાય છે….

25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે આરોગ્ય ક્ષેત્રે ખૂબ મોટા કહી શકાય એવા બે પ્રોજેક્ટ એઇમ્સ અને ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ અન્ય કેટલાક વિકાસ કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યા હતા. જેમાં સિવિલ હોસ્પિટલ સંલગ્ન ઝનાના હોસ્પિટલના લોકાર્પણની સાથે સાથે રૂ. 6 કરોડથી વધુના ખર્ચે મૂકાયેલા અદ્યતન જી.ઈ. વિપ્રો 128 સ્લાઈસ સિટી સ્કેન મશીનનું પણ ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું. જોકે ઇનોગ્રેશનનાં બીજા જ દિવસે શરૂ થવું જોઈતું સિટી સ્કેન મશીન 10 દિવસ બંધ રહ્યું હતું. જેમાં રેડિએશન સહિતનાં પ્રશ્નોને કારણે મોડું થયું હોવાનો બચાવ કરતા સિવિલ અધિક્ષકે હવે 24 કલાક માત્ર રૂ. 1000માં સિટીસ્કેન ચાલુ રહેવાની ખાતરી આપી છે. જ્યારે ખાનગી લેબમાં સિટી સ્કેનમાં 3થી 4 હજાર ખર્ચ થાય છે.

આ સમાચારને શેર કરો