Placeholder canvas

ટંકારા: સંગઠન સમિતી પુછતી ગાછતી ન હોવાથી અલગ નવી સમીતી કરવાની ફરજ પડી. – પુષ્પાબેન કામરીયા પુર્વ પ્રમુખ

કોગ્રેસના હાજર સદસ્યોએ બળવાખોર સમિતીને સહયોગ આપ્યો કેક ખાઈ મોઢું મીઠું કર્યું!

કોઈ બળવો નથી સમિતિમાં રહેવા માટે કમિટી રચી છે આગામી દિવસોમાં ધીના ઠામમાં ઘી પડી જશે :કિરીટ અંદરપા સંગઠન પ્રમુખ

ટંકારા: ભાજપ શાસિત ટંકારા તાલુકા પંચાયતની અઢી વર્ષની ટ્રમ પુર્ણ થઈ ગયા બાદ નવા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન માટે પક્ષે ગત મહિને સેન્સ પ્રકિયા હાથ ધરી હતી અને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી માટે નામની જાહેરાત કરી હતી જે ચુંટણી માં બિન હરીફ નિમાયા બાદ આજ રોજ નવનિયુક્ત પ્રમુખ સ્થાનેથી પહેલી સામાન્ય સભા બોલાવી કારોબારી સમિતી રચના કરવામાં આવી હતી જેમા અગાઉ નક્કી કરવામાં આવેલા અલ્પેશભાઈ દલસાણીયા, સલિમભાઈ અબ્રાણી, રમિલાબેન દેત્રોજા, મણિલાલ કુંડારીયા, ગીતાબેન ભોરણીયા ની દરખાસ્ત પ્રમુખ છાંયાબેન માંડલિયા અને ટેકો ચાર્મીબેન સેજપાલે આપ્યો હતો. પરંતુ આની અવગણના કરી ભાજપના 6 સભ્યો નિમુબેન ડાંગર, રમિલાબેન દૈત્રોજા, મણીલાલ કુંડારીયા, ગિતાબેન ભોરણીયા, પુષ્પાબેન કામરીયા અરવિંદભાઈ દુબરીયાએ નવી સમીતીની દરખાસ્ત કરતા મતદાન કરવાની નોબત આવી હતી જેમાં બળવો કરનારા જુથને પોતાના સહિત કોગેસના પંકજભાઈ મસોત, વિપુલભાઈ કુંડારીયા, ચેતનભાઈ ત્રિવેદી, કિરણબેન દૈત્રોજા, મનીષાબેન કોરડીયાએ મત આપતા કુલ 11 મત મળ્યા હતા જ્યારે પ્રમુખે મુકેલ સમિતીને એકજ મત મળ્યો હતો આ બધી બાબતો વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખ એક પણ સમિતીને મત ન આપી તટસ્થ રહેતા સૌ ચોંકી ઉઠયા હતા અને જોત જોતામાં અણધાર્યા નિર્ણયથી રાજકીય ખડખડાટ મચી જવા પામી ભાજપનું સ્થાનિક સંગઠન તાલુકા પંચાયત ખાતે દોડી આવ્યા હતા જો કે ત્યા સુધીમાં મામલો હાથમાંથી સરકી જતા ભાજપમાં યાદવાસ્થળી જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અંગેના અહેવાલ ઉચ્ચ હોદેદારો અને ટંકારા ધારાસભ્ય દુલભજી દેથરીયા સુધી ટેલીફોનિક રણકી ઉઠયા હતા અને મામલો થાળે પાડવા માટે કવાયત હાથ ધરી હતી. આ અંગે ધારાસભ્યનો સંપર્ક કરતા પોતે કથામાં હોવાનું જણાવ્યું હતું

આ અંગે નારાજગી દર્શાવી નવી સમીતી રચનાર પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સંગઠન સંકલન કર્યા વિના અમને પુછતુ ગાછતુ ન હોય અમોને સમિતિ રચવાની ફરજ પડી હતી અને પક્ષના સભ્યો સાથેજ સમિતી બની છે અને મોટા ભાગના સભ્યો એની સાથે રહા હતા અને સંગઠને સુચવેલ નામ વિરૂધ્ધ મતદાન કર્યું હતું. જે અમારૂ સંકલન દેખાડે છે બિજી તરફ પક્ષના પ્રમુખ કિરીટ અંદરપાએ જણાવ્યું હતું કે એક પણ સભ્યોએ બળવો નહી પરંતુ કારોબારી સમિતિમાં રહેવા માટે નવી કમિટી રચી છે બિજો એજન્ડા આગામી દિવસોમાં બહાર પાડી સાતમા સભ્ય તરીકે અલ્પેશ દલસાણીયાને સમિતીમા સ્થાન આપી એમને જ ચેરમેન બનાવવામાં આવશે. આ કોઈ બળવો નથી છતા કોઈ પક્ષ વિરૂદ્ધ પ્રવુતી કરશે તો પગલા લેવામાં આવશે જોકે બધાં સભ્યો સંપર્કમાં હોવાનો રાગ આલાપ્યો હતો.

સૌથી મહત્વની વાત એ છે કે આ રીતે શિસ્તબદ્ધ પ્રાટીમા આજની ધટના ને પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે શું થશે એ સવાલ પંથક આખામાં ટોપ ઓફ ધ ટાઉન બની ગયો છે.

આ સમાચારને શેર કરો