Placeholder canvas

ટંકારા પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલના સહયોગ અર્થે 81 81 બોટલ રક્તદાન કર્યું.

કડક છાપ ધરાવતા ખાખી ની અંદર કુણુ હ્રદય પણ હોય છે રાજકોટ સિવિલ હોસ્પિટલના સહયોગ અર્થે 81 બોટલ લોહી એકત્ર કરી આપ્યું સેવા સુરક્ષા શાંતિ માટે ખડેપગે રહતી પોલીસ શારીરિક સમસ્યા માટે પણ એટલીજ સંવેદનશીલ હોય એનો દાખલો ટંકારા પોલીસે સાર્થક કરી બતાવ્યો છે.

પોલીસ તરીકે હોસ્પિટલમાં દાખલના નિવેદનો અને તપાસ માટે જવાનું અવારનવાર થાય એજ વખતે ટંકારા થાણા અમલદાર એમ જે ધાંધલ કેસ બાબતે ડોક્ટર સાથે સંવાદ કરતા હતા ત્યારે દવાખાને લોહીની તાતી જરૂરિયાત અંગે સ્ટાફની મુજવણ સામે આવી અને આ વાત ફોજદારે રાજકોટથી ટંકારા આવવા સુધી સતત વાગોળી રાત્રે રોલકોલ વખતે પોલીસ સ્ટેશનમાં હાજર જવાનો સાથે વાત કરી આપણે રક્તદાન કેમ્પ નુ આયોજન કરી તો આપ નુ શુ કેવું છે નુ પુછ્યું ટંકારા સ્ટાફ પણ આ વાતને વધાવી અને હા ભણી તમામ સ્ટાફે તાકીદે આયોજન ધડવા તત્પરતા બતાવી અને રાજકોટ સિવિલ હોસ્પિટલના સહયોગ અર્થે ટંકારા પોલીસે મહા રક્તદાન કેમ્પનુ ઈમર્જન્સી એક દિવસમાં આયોજન કર્યું જેમાં 4 ઓક્ટોબરે પોલીસ મથકે પોલીસ સ્ટાફ જીઆરડી જવાનો હોમગાર્ડ, ઉધોગપતિ, રાજકીય સામાજિક અગ્રણી સાથે તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને 81 બોટલ લોહી એકત્ર કરી હતી.

પીડીયુ સરકારી મેડિકલ સ્ટાફે આ તકે ટંકારા પંથક નો પોલીસ પરીવારનો હ્રદયથી આભાર વ્યક્ત કર્યો હતો અને ખાખીની કડક વલણ દાખવતાં અંદર રહેલ માનવતાવાદી કુણા દીલની દીલદારી ને સલામી આપી હતી.

આ સમાચારને શેર કરો