Placeholder canvas

આજે નમો સ્ટેડિયમમાં વર્લ્ડકપની ઓપનિંગ મેચ રમાશે.

આજે નમો સ્ટેડિયમમાં વર્લ્ડકપની ઓપનિંગ મેચ
આજે નમો સ્ટેડિયમમાં વર્લ્ડકપની ઓપનિંગ મેચ રમાશે.ગત વખતની ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનરઅપ ન્યુઝીલેન્ડ વચ્ચે બપોરે 2 વાગ્યાથી મુકાબલો જામશે.આ વખતે ટુર્નામેન્ટમાં ઘણા ફેરફારો થયા છે. સૌથી ખાસ વાત તો એ છે કે પહેલી વખત સંપૂર્ણ વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાશે. આ પહેલાં 2011માં ટુર્નામેન્ટ ભારતમાં થઈ હતી, પરંતુ સંયુક્ત હોસ્ટમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ હતા.આજે ઓપનિંગ મેચ અમદાવાદના નમો સ્ટેડિયમમાં રમાશે.જેને લઈને જનપથથી મોટેરા સુધીનો રસ્તો સંપૂર્ણ બંધ રહેશે.મેટ્રો ટ્રેન પણ રાતના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે.

આ સમાચારને શેર કરો