Placeholder canvas

આજે તાલુકા સંઘની થયેલી ચૂંટણીમાં ભાજપ 3, કોંગ્રેસ 4 બ્લોક પર વિજેતા

બન્ને પેનલના છ-છ ઉમેદવાર વિજેતા થતા, હવે તાલુકા સંઘના પ્રમુખ બનાવવાનું આરડીસી બેંકના હાથમાં…!!!

વાંકાનેર તાલુકા સંઘની ચૂંટણી ભારે રાજકિય કાવા દાવા સાથે શરૂ થઈ અને છેક મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઇકોર્ટના આદર્શ અનુસાર થયેલી આજે ચૂંટણીની મત ગણતરીમાં ભાજપ 3 અને કોંગ્રેસ 4 બ્લોક પર વિજેતા થયા છે.

વાંકાનેર તાલુકા સંઘની ચૂંટણીમાં પહેલેથી પાંચ બેઠકો બિનહરીફ થઈ હતી જ્યારે સાત બેઠકો ઉપર એકથી વધુ ઉમેદવાર સામે આવતા ચૂંટણી કરવામાં આવી હતી. આજે થયેલ સંઘની ચૂંટણીમાં કુલ સાત બેઠકો પૈકી લુણસર અને જાલસીકા બેઠકોમાં બંને ઉમેદવારો વચ્ચે ટાઈ સર્જાઈ હતી જેમાં બંને બેઠકો પર ભાજપના ઉમેદવારોનો ચીઠ્ઠીમાં વિજેતા થયા છે. જેમાં જાલસીકા બેઠકો પર ભાજપના ઉમેદવાર કુષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા અને લુણસર બેઠક પર ભાજપના ઉમેદવાર જયેશભાઇ છગનભાઇ વસીયાણી વિજેતા જાહેર થયા છે….

તાલુકા સંઘની ચૂંટણીનું ફાઈનલ પરિણામ જોઈએ તો ભાજપના 6 અને કોંગ્રેસના પણ 6 ઉમેદવાર વિજેતા થયા છે, હવે પ્રમુખ પદ માટે આરડીસી બેંકના પ્રતિનિધિ જેમને મત આપે તે ગ્રુપના પ્રમુખ બની શકશે…

તાલુકા સંઘની ચૂંટણીનું પરિણામ નસીબ પર જતું રહ્યું હતું કેમ કે 2 બ્લોક પર ટાઈ થતાં જેમના નસીબ ચડિયાતા હોય તેમનું નામ નીકળે અને આમા ભાજપ જૂથના નસીબમાં ચડિયાતા પુરવાર થયા છે જ્યારે કોંગ્રેસ કમ નસીબે તાલુકા સંઘની ટાઈ થયેલ બેઠક જીતી શક્યુ નથી. પ્રમુખ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંખ્યા જોતા ટાઈ થાય છે પરંતુ સંપૂર્ણ દારોમદાર હવે બેંક પ્રતિનિધિ પર રહેશે.

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો….

૧). વાંકીયા : ગુલમંહમદ ઉમરભાઈ બ્લોચ (ભાજપ)
૨). ઢુવા : બળદેવસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (કોંગ્રેસ)
૩). માટેલ : કાંકરેચા કાળુભાઇ મેરૂભાઈ (ભાજપ)
૪). સિંધાવદર : ઈસ્માઈલભાઈ મામદ પરાસરા (ભાજપ)
૫). ગારીડા : બાદી અલીભાઇ આહમદ (કોંગ્રેસ)
૦૬). લુણસર : જયેશ છગનભાઇ વસીયાણી (ભાજપ)
૦૭). રસીકગઢ : માથકીયા માહમદ આહમદ (કોંગ્રેસ)
૦૮). કેરાળા : બાદી અબ્દુલરહીમ વલીમામદ (કોંગ્રેસ)
૦૯). કોઠારીયા : બાદી રહીમ જીવા (કોંગ્રેસ)
૧૦). પ્રતાપગઢ : જાડેજા હરદેવસિંહ દિલાવરસિંહ (કોંગ્રેસ)
૧૧). જાલસીકા : કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા (ભાજપ)
૧૨). મહિકા : પોલાભાઈ હિરાભાઈ પરમાર (ભાજપ)

આ સમાચારને શેર કરો