skip to content

રાજકોટ: પરાપીપળીયા નજીક કાર અને સીલીન્ડર ભરેલા આઇસર વચ્ચે અકસ્માત,5ને ઇજા.

રાજકોટ: ગઈકાલે મોડી રાત્રે માધાપર ચોકડીથી જામનગર તરફ જવાના રસ્તે પરાપીપડીયા નજીક જલારામ હોટલ પાસે સીએનજી ગેસના બાટલા ભરીને પૂર ઝડપે આવી રહેલા આઇસરના ચાલકે જામનગર તરફથી આવતી આર્ટિગા કારને ઠોકરે લેતા કારમાં સવાર ચાલક સહિત પાંચ વ્યક્તિને ઇજાઓ પહોંચતા તેઓને તુરંત સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ મામલે કારચાલકની ફરિયાદ પરથી આઇસરના ચાલક વિરુદ્ધ પ્ર.નગર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

મળેલી માહિતી મુજબ, ગઈકાલે મોડી રાત્રે જામનગર હાઇવે પર આવેલી જલારામ હોટલ પાસે જીજે.02.ઝેડઝેડ.7008 નંબરના ગુજરાત ગેસ એજન્સીના સીએનજીના બાટલા ભરીને પુર ઝડપે આવી રહેલા આઇસરના ચાલકે જામનગર તરફથી આવતી જીજે.27.બીએસ.4972 નંબરની આર્ટિગા કારને ઠોકરે લેતા કારમાં સવાર કારનો ચાલક ઇમરાન મહમદ સમા (ઉ.વ.23, રહે.ખોજા ગેઇટ,જામનગર) તેમાં સવાર મુસાફરોમાં સબીમ દાઉદ શોહરવરદી (ઉ.વ.50,રહે.ભાવનગર રોડ, પટેલ વાડી),કાસમ સલિમભાઈ (ઉ.વ.25, રહે.પટેલવાડી),રઝાક દાઉદ કાતીયર(ઉ.વ.50,મનહરપરા-1) અને જીગર રામજીભાઈ ધરૈયા (ઉ.વ.22, રહે.કોટેચા ચોક)ને ઇજાઓ થતા તેઓને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે ઇમરાન સમાની ફરિયાદ પરથી આઇસરના ચાલક વિરુદ્ધ પ્ર.નગર પોલીસમાં અકસ્માત અંગેનો ગુન્હો નોંધ્યો છે.ઇમરાને જણાવ્યું હતું કે,પોતે મિત્રની આર્ટિગા લઈ જામનગરથી રાજકોટ આવતો હતો ત્યારે રસ્તામાંથી બીજા સાતેક રાજકોટ તરફના મુસાફરો બેસાડ્યા હતા.તે રાજકોટ તરફ આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને પગલે કારનો બુકડો થઈ ગયો હતો અને ટ્રાફિક જામ થઈ જતા પોલીસે પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

આ સમાચારને શેર કરો