Placeholder canvas

વાંકાનેર તાલુકા સંઘની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ, જાણો ક્યારે થશે ચૂંટણી..?

બ્લોકમાં પણ કરાયો ફેરફાર.

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘની ચૂંટણીનું જાહેરનામું આજે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ જાહેરનામા મુજબ ચૂંટણીનો નીચે મુજબનો કાર્યક્રમ છે.

➡️ ફોર્મ ભરવાની તારીખ :- 06/02/2023 થી 09/02/2023
➡️ ફોર્મ ચકાસણીની તારીખ :- 10/02/2023
➡️ ફોર્મ પાછા ખેંચવાની તારીખ :- 13/02/2023
➡️ ચૂંટણી તારીખ :- 22/02/2023 (સમય:- સવારે10 થી 1)
➡️ મતગણતરી તારીખ :- 22/02/2023 (સમય:- બપોરે 3 વાગ્યે)

અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા સંઘમાં કુલ 12 સભ્યોને ચૂંટવાના હોય છે અને આ સભ્યો કુલ 12 બ્લોકમાંથી ચૂંટાઈ આવે છે. આ બાર બ્લોક વાંકાનેર તાલુકામાં આવેલી 47 મંડળીમાં થી બનાવવામાં આવેલ હોય છે મોટાભાગે દરેક બ્લોકમાં ચાર ચાર મંડળી હોય છે, જ્યારે એક બ્લોકમાં ત્રણ મંડળી હશે. આમ ચાર મતદારોએ એક પ્રતિનિધિ ચુટવાનો રહે છે. આપને અહીં એ પણ યાદ અપાવી દઈએ કે દરેક મંડળીમાં સંઘના મતદાર તરીકે જેમનો ઠરાવ કરવામાં આવ્યો હોય છે તે એક મંડળી દીઠ એક વ્યક્તિ નેજ મત આપવાનો અધિકાર મળે છે. સંઘના અમુક મતદારો એવા પણ હોય છે જેવો મત આપી શકે છે પરંતુ ઉમેદવારી કરી શકે નહીં

તાલુકા સંઘમાં કુલ 12 સભ્યો બાર બ્લોકમાંથી ચૂંટાઈને આવે છે અને એક બેંકના પ્રતિનિધે હોય છે આમ તાલુકા સંઘની બોડી 13 સભ્યોની રહે છે. અને સંઘની બોડી ફાઈનલ થયા બાદ તેમાંથી એક સભ્યને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવે છે.

તાલુકા સંઘના બાર બ્લોકની ફાઇનલ યાદી :-

(૧) વાંકીયા ➡️ વાંકીયા, કિશન-પંચાસીયા,વઘાસિયા અને પંચાસર સહકારી મંડળી લી.

(૨) ઢુવા ➡️ ઢુવા, રણેકપર, જેતપરડા અને ભોજપરા સહકારી મંડળી લી.

(3) માટેલ ➡️ માટેલ, વરડૂસર, પલાંસ અને પાડધરા સહકારી મંડળી લી.

(૪) લુણસર ➡️ લુણસર, ગાંગિયાવદર, સરધારકા સહકારી મંડળી લી.

(૫) ચંદ્રપુર ➡️ ચંદ્રપુર, દલડી સહકારી મંડળી, મહિકા જળસિંચન અને ગેલેક્સી હોર્ટિકલચર સહકારી મંડળી લી.

(૬) કેરાળા ➡️ કેરાળા, રસિકગઢ, રાજાવડલા અને સર્વોદય હોર્ટિકલચર સહકારી મંડળી લી.

(૭) કોઠારીયા ➡️ કોઠારીયા, અરણીટીંબા, તીથવા-પાંચદ્રારક કૃષિ બાગાયત અને સિંધાવદર જળ સિંચન સહકારી મંડળી લી.

(૮) સિંધાવદર ➡️ સિંધાવદર, પ્રતાપગઢ, તીથવા અને પાંચદ્રારકા સહકારી મંડળી લી.

(૯) વાલાસણ ➡️ વાલાસણ, પીપળીયા રાજ, કોટળા નાયાણી અને પીપળીયા આગાભી સહકારી મંડળી લી.

(૧૦) જાલસિકા ➡️ જાલસિકા, ખેરવા, કણકોટ અને ખીજડિયા સહકારી મંડળી લી.

(૧૧) ગારીડા ➡️ ગારીડા, મહિકા, જોધપર અને કોઠી સહકારી મંડળી લી.

(૧૨) મેસરિયા ➡️ મેસરિયા, અદેપર, જલીડા અને વિનયગઢ સહકારી મંડળી લી.

ફેસબુક:-
કપ્તાન ન્યૂઝનું facebook પેજ લાઈક અને ફોલો કરો. https://www.facebook.com/kaptaannews
વોટ્સએપ:-
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો… https://chat.whatsapp.com/LF1muhfnumB901BhcpjXTx
મોબાઈલ એપ્સ:-
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો