skip to content

મીઠાના અગરીયાઓના વિકાસ માટે 50મિલિયન ડોલર સહાયની જાહેરાત કરતા હિલેરી કિલન્ટન.

ધ્રાંગધ્રા પંથકમાં અગરીયા પરિવારોને રૂબરૂ મળ્યા: જીવનધોરણ સુધારવા ‘સેવા’ સંસ્થા મારફત સહાય: સુચનો પણ માંગ્યા

સુરેન્દ્રનગરના ખારાઘોડા સહિતના આસપાસના ભાગોમાં કાળી મજુરી કરીને સફેદ મીઠું પકવતા અગરીયાઓની વ્હારે અમેરિકાના પુર્વ વિદેશીમંત્રી હિલેરી કલીંટન આવ્યા છે અને અગરીયાઓના વિકાસ તથા જીવનધોરણ સુધારવા માટે 50 મીલીયન ડોલરની સહાય આપવાની જાહેરાત કરી હતી. તેઓ અગરીયાઓની અનેકવિધ સમસ્યાઓથી વાકેફ થયા હતા અને સેવા સંસ્થા મારફત ઉત્થાનના કાર્ય કરવાનું કહયું હતું. ઉપરાંત તેઓ પાસેથી સુચનો પણ માંગ્યા હતા. સુરેન્દ્રનગરના ખારાઘોડા તેમજ આજુબાજુના વિસ્તારમાં અગરિયાઓ અને તેમનો પરિવાર મીઠું પકવી અને પોતાનું જીવન ધોરણ ગુજારતા હોય છે. આગરીયાઓ ને પ્રાથમિક સુવિધાઓ રણમાં મળતી નથી હોતી

આજે ધ્રાંગધ્રા પંથકમાં આવેલા કુડાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારની મુલાકાત લેવા અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્વિન્ટલ પહોંચ્યા આ અને રણમાં કામ કરતા અગરિયાઓ અને તેમના પરિવારજનોને તે મળ્યા રણમાં અગરિયાઓની મુલાકાત લઈને તેમની પડતી હાલાકી અને સુવિધા મામલે માહિતગાર થયા હતા. આ જ મામલે રણની મહિલાઓ સાથે પણ સંવાદ કર્યો હતો ત્યારે અગામી દિવસોમાં રણના અગરિયાઓના અને તેમના પરિવારના વિકાસ માટે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી દ્વારા 50 મિલિયન ડોલર સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત જે રણમાં કામ કરતી મહિલાઓ છે તેમના સુચનાઓ પણ મંગાવવામાં આવ્યા છે

અગરિયાઓનો કેવી રીતે વિકાસ થાય અને કેવી રીતે અગરિયાઓ સારું જીવન ધોરણ જીવી શકે તેવા સુચન મંગાવવામાં આવ્યા છે તે પ્રકારે સેવા નામની સંસ્થા છે તે કામ કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. જમ્મુ કશ્મીર લદ્દાખ મહારાષ્ટ્ર ઓરિસ્સા ગુજરાત સહિત સેવા સંસ્થા સાથે જોડાયેલી મહિલાઓ પણ અગરિયાઓની મુલાકાતે પહોંચી હતી. રણમાં 24 કલાક વીજળી મળે તે માટે સોલાર પ્લાન્ટ ઊભા કરવા અંગેના સુચનો પણ મંગાવવામાં આવ્યા છે આ ત્યારે આજ મામલે રણમાં પાકતું મીઠું કેવી રીતે પાકે છે તે અંગેનો તાગ પણ અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી દ્વારા મેળવવામાં આવ્યો હતો. અંદાજિત ત્રણ કલાક જેટલો સમયગાળો રણમાં પૂર્વ વિદેશ મંત્રીએ વિતાવ્યો હતો. રણની જે સમસ્યાઓ છે તે ગ્રાઉન્ડ લેવલ ઉપરથી તેમણે જાણી હતી.

આ સમાચારને શેર કરો