Placeholder canvas

વિદ્યાર્થીઓ આનંદો! ઉનાળા વેકેશનની તારીખો જાહેર, 35 દિવસ કરો મોજ…

1 મેથી 4 જૂન સુધી સરકારી શાળાઓમાં ઉનાળું વેકેશન રહેશે, 5 જૂનથી રાબેતા મુજબ નવુ સત્ર શરુ

આજ રોજ ગુજરાત રાજ્ય સરકારે શાળાના વિધાર્થીઓના વેકેશન માટે તારીખો જાહેર કરી છે. રાજ્ય સરકારે સરકારી શાળામાં અગામી મે મહિનાની શરૂઆતથી 35 દિવસ સુધી ઉનાળું વેકેશનની જાહેરાત કરી છે. 1 મેથી 4 જૂન સુધી સરકારી શાળાઓમાં ઉનાળું વેકેશન રહેશે. 5  જૂનથી રાબેતા મુજબ નવુ સત્ર શરુ કરવામાં આવશે.

ગુજરાત સરકારે કહ્યું કે, રાજ્યમાં શાળાઓમાં 35 દિવસના ઉનાળા વેકેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળા વેકેશનની શરૂઆત 1 મેથી થશે અને 4 જુન સુધી શાળાઓમાં રજા રહેશે. 5મી જુનથી ફરી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે અને નવા સત્રનો પ્રારંભ થશે. તો વિદ્યાર્થી મિત્રો હવે 34 દિવસ કરો જલસા

આ સમાચારને શેર કરો