Placeholder canvas

ઉનાળામાં કેવો ખોરાક લેવો જોઇએ? જાણવા વાંચો…

ઉનાળામાં બપોરે બહારથી ઘરે આવો અને મનભાવન પકવાન પીરસવામાં આવે તો પણ એકી અવાજે બોલી જવાય ભોજન કરવાની જરાપણ ઈચ્છા નથી. સલાડ ખાઈશ કે ઠંડી ઠંડી છાસ કે લસ્સી પીને તૃષા તૃપ્ત કરીશ. ગરમીમાં આમ પણ પાચનક્રિયા ધીમી પડી જતી હોય છે. વધુ પડતું ખવાઈ જાય તો આફરો ચડે કે ઊલટી થવા લાગે. વાતાવરણમાં બદલાવની સાથે શરીર અને મગજ બંને ઠંડા રાખવા જોઈએ. મોસમ બદલાય તેની સાથે ખાનપાનમાં બદલાવ કરવો. મોસમના બદલાવથી આવતી બીમારીથી બચી શકાય છે.

ઉનાળુ શાકભાજીથી ગરમીમાં રાહત અનુભવીએ
પરવળ :- 
➡️ પરવળમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. bb
➡️ પરવળથી પ્યાસ, શરીરમાં થતી બળતરા અને ગરમી દૂર થાય છે. bb
➡️ પરવળનું શાક ખાવાથી પેટ ફૂલી ગયું હોય તો દૂર થાય છે.

પિત્તને કારણે તાવ આવ્યો હોય તો પરવળને ઉકાળીને તેનો સ્ટોક પીવાથી ફાયદો થાય છે.પરવળ પાચનક્રિયાને સુધારે છે. કબજિયાત અને પેટની બીમારીમાં રાહત આપે છે. ગરમીમાં પરવળનું શાક વિવિધ રીતે બનાવીને ખાવું જોઈએ.

દૂધી :-
➡️ દૂધીનું શાક આહારમાં લેવાથી કબજિયાતની તકલીફમાંથી છુટકારો મળે છે.
➡️ ૨૫ મિ.લી દૂધીના રસમાં અડધા લીંબુનો રસ ભેળવી પીવાથી જઠરાગ્નિ શાંત બને છે. દૂધીના શાકમાં બને તેટલા ઓછા મસાલાનો ઉપયોગ વધુ ફાયદાકારક રહે છે. દૂધીનો રસ કાઢીને તેમાં મીઠું, ખાંડ અને લીંબુનો રસ ભેળવીને પીવાથી ગરમીમાં થતી અતિસારની તકલીફમાં રાહત મળે છે.

કારેલા :-
➡️ કારેલામાં પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ અને કાર્બોહાઈડ્રેટસ્ મોટી માત્રા સમાયેલું છે. કારેલા ઠંડા હોય છે. તેથી ગરમીમાં થતી બીમારીમાં ફાયદાકારક છે.
➡️ ઊલ્ટી, અતિસાર કે આફરો ચડે તેવું લાગે ત્યારે કારેલાના રસમાં થોડું પાણી લીંબુનો રસ અને સંચળ નાખીને પીવાથી તરત જ ફાયદો થાય છે.
➡️ અસ્થમાની તકલીફ હોય તેણે કારેલાનું સાદું શાક ભોજનમાં લેવું.

ફુદીનો :-
ફુદીનામાં વિટામિન ‘એ’ મોટા પ્રમાણમાં હોય છે. પાચનશક્તિ ધીમી પડી ગઈ હોય તેણે ઉનાળામાં ફુદીનાનો ઉપયોગ વધારવો. પેટની વિવિધ તકલીફોમાં ફુદીનાનો રસ લાભકારી ગણાય છે. ગરમીમાં ફુદીનો અને આદુંવાળી ચા બનાવી પીવાથી તાવમાં પણ રાહત અનુભવાય છે.

કાકડી :-
➡️ ઉનાળામાં કાકડીનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કહેવાયો છે.
➡️ શરીરની ગર્મી દૂર કરે છે. ગરમીમાં પાણી પીવાનું મન વારંવાર થયા કરતું હોય ત્યારે કાકડીના રસમાં ખાંડ ભેળવીને બે-ત્રણ વખત તેનો ઉપયોગ કરવો.
➡️ગરમીમાં બહાર ફરવાથી ચામડી લાલ થઈ ગઈ હોય ત્યારે કાકડીને છીણીને શરીર ઉપર લગાવવાથી ફાયદો થાય છે.

લીંબુ :-
ગરમીમાં લીંબુનું શરબત બનાવીને પીઓ. લીંબુની ખટાશમાં ઠંડક આપવાનો વિશિષ્ટ ગુણ સમાયેલો છે. લીંબુનું શરબત પીવાથી શરીરની ગરમી શાંત પડે છે. ભૂખ લાગે છે. ભોજન પચી જાય છે. ગરમીમાં તાવ આવે ત્યારે મોઢામાં લાળ બનાવતી ગ્રંથિ સુકાઈ જાય છે. તે સમયે લીંબુનો રસ પીવાથી પરિસ્થિતિ કાબૂમાં આવી જાય છે.

ગરમીમાં લીલી ભાજીનો ઉપયોગ કરવો જોઈએ.
સલાડ :-
કાકડી, કોબી, દૂધી, વટાણા, ગાજર, ડુંગળીને હૂંફાળા ગરમ પાણીથી ધોઈને સલાડમાં ઉપયોગ કરવો.

આ સમાચારને શેર કરો