સજનપર પ્રા.શાળામાં વિદ્યાર્થીનીઓ તથા ગામની યુવતીઓને અપાતી સ્વરક્ષણની તાલીમ

સજનપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બહેન મીનાબેન વિરમગામા શાળાની વિદ્યાર્થીનીઓ તથા ગામની યુવતીઓને સેલ્ફ ડિફેન્સ (સ્વરક્ષણ) પ્રાથમિક તાલીમ આપી રહ્યા છે .

મહિલાઓ સાથે કોઈ અઘટિત ઘટના બને ત્યારે મહિલાઓ પોતાની સુરક્ષા જાતે કરી શકે તેવા દરેક પ્રકારના દાવ પેચ શીખવાડી રહ્યા છે. મહિલાઓને સેલ્ફ ડિફેન્સના ક્ષેત્રે ટ્રેનિંગ આપવી અને તેમનો આત્મવિશ્વાસ વધે તે પ્રકારની ટ્રેનિંગ હાલના સમયની જરૂરીયાત બની ગઈ છે .

શ્રી સજનપર પ્રાથમિક શાળાના આચાર્ય અલ્પેશભાઈ પૂજારાએ પણ તેમનો આ પ્રયાસ પ્રસંશનીય ગણાવ્યો છે.

આ સમાચારને શેર કરો