વાંકાનેર: ઢુવા નજીક 20 પેટી દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ગતરાત્રીના નાઈટ રાઉન્ડ દરમિયાન ઢુંવા નજીકથી શંકાસ્પદ બોલેરો કાર અટકાવવા પ્રયાસ કરતા ડ્રાયવર બોલેરો રેઢી મૂકી નાસી જતા પોલીસે ગાડી ચેક કરતા અંદાજે રૂપિયા 90 હજારની કિંમતનો 20 પેટી દારૂ મળી આવતા 3 લાખની બોલેરો સહીત 3.90 લાખનો મુદામાલ કબ્જે કરી વાહન નંબરને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

હોળી ધુળેટીના તહેવારને ધ્યાને લઇ મોરબી જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ સ્પેશિયલ ડ્રાઈવ યોજવા સુચના આપતા મદદનીશ પોલીસ અધિક્ષક,અતુલકુમાર બંસલ તથા સી.પી.આઇ. મોરબીના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પીએસઆઇ પી.જી.પનારા તથા સર્વેલન્સ ટીમે ગઈકાલે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમ્યાન નવા ઢુવા ગામેથી એક બોલેરો પીકઅપના ચાલકને ઉભી રાખવા સંકેત કરતા વાહન ચાલક તથા સાથેનો ઇસમ પોલીસ જોઈ જતા વાહન રેઢુ મુકી નાશી ગયેલ હતા.

પોલીસ ટીમે આ બોલેરો પીકઅપ નંબર-GJ-3-AZ-6104 ની ચેક કરતા ઠાઠામાં શાકભાજીના ખાલી કેરેટની આડમાં ભારતીય બનાવટની પરપ્રાતીય ઇંગ્લીશ દારૂ મેકડોવેલ્સ નંબર-1 ની 20 પેટીઓ,બોટલ નંગ.240 કી.રૂ.90000નો મુદામાલ મળી આવતા ગાડી સહિત કુલ રૂ.3,90,000નો મુદામાલ કબ્જે કરી નાસી ગયેલા વાહન ચાલક તથા સાથેના ઇસમ વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો