વાંકાનેરમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કેન્દ્ર આપવાની કોંગ્રેસ બાદ ભાજપના આગેવાનોની પણ રજૂઆત

બે દિવસમાં કેન્દ્ર ચાલુ કરવાની ગુજકો મારસલના ડિરેક્ટર મગનભાઈ વડાવીયાની ખાતરી…
વાંકાનેર ટેકાના ભાવે થી ચણા ની ખરીદી કરવાનું કેન્દ્ર મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકા ને આપવામાં આવ્યું નથી વાંકાનેર તાલુકાના ખેડૂતોને ટંકારા સુધી લાંબુ થવાની ફરજ પડી રહી છે ખેડૂતોની આ હાલાકી જોઈને ગત તારીખ 12મી માર્ચ ના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરદાદા એ સરકાર અને તંત્ર દ્વારા વાંકાનેરના ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપ સાથે વાંકાનેરમાં ટેકાના ભાવથી ચણા ની ખરીદી કરતું કેન્દ્ર આપવાની માગણી કરી હતી.
ત્યારબાદ તારીખ ૧૫મી માર્ચ ના રોજ ચંદ્રપુર સહકારી મંડળીના પૂર્વ પ્રમુખ જલાભાઈ સરસીયા અને વઘાસીયા ગામના સરપંચ ધમભા ઝાલાએ પણ વાંકાનેર તાલુકાના ખેડૂત ખાતેદારોને ટેકાના ભાવે ચણાની ખરીદી ટંકારા મુકામે હોય જેથી ખેડૂતને હેરાન થવું પડે છે અને 50 કિલોમીટરનું અંતર ખેડૂતોને કાપવું ન પડે તે માટે ગુજકો માર્સલના ડિરેક્ટર મગનભાઇ વડાવીયા ને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. મગનભાઇ વડાવીયાએ આ રજૂઆતને ધ્યાને લઇ બે દિવસમાં કેન્દ્ર ચાલુ કરવાની ખાતરી આપી છે.
ત્યારે જોવાનું એ છે કે ટંકારા કરતાં વાંકાનેર તાલુકો ભૌગોલિક અને વસ્તીની દ્રષ્ટિએ મોટો હોવા છતાં વાંકાનેરને ટેકાના ભાવથી ચણાની ખરીદીનું કેન્દ્ર શા માટે ફાળવવામાં ન આવ્યું ? ખુદ ભાજપના આગેવાનોની રજૂઆતમાં એ સાબિત થાય છે કે વાંકાનેરમાં આ કેન્દ્ર ન ફાળવીને વાંકાનેરના ખેડૂતોને અન્યાય થયો છે.
