વાંકાનેરમાં કાલે અનાજ કરીયાણાની દુકાનો ખુલશે.
વાંકાનેર : વાંકાનેરમાં પોલીસની કાર્યવાહીથી નારાજ અનાજ કરીયાણાના દુકાનદારોએ આજે બંધ પાળ્યો હતો. જેના પગલે પ્રાંત અધિકારીએ તાકીદે કરિયાણા એસોસિએશન સાથે બેઠક કરીને રાષ્ટ્રીય આપદામાં તંત્રને સહકાર આપી નિયમોનું ચુસ્તપણે પાલન કરવા દુકાનદારોને સમજાવ્યા હતા અને કાલથી દુકાનો ખોલવાની તાકીદ કરી હતી.
વાંકાનેરમાં આજે તમામ અનાજ કરિયાણાની દુકાનો બંધ રહી હતી અને ગામડેથી તેમજ શહેરમાંથી કરિયાણું લેવા આવેલ લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ બાબત વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવાને ધ્યાને આવતા તાત્કાલિક કરીયાણા એસોસિએશનના વેપારીઓને બોલાવી તેઓને સમજાવ્યા હતા કે ,આ રાષ્ટ્રીય આપદાની ઘડીમાં તંત્ર દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું તેમજ દરેક નીતિનિયમોનું અચૂક પણે અમલ કરવો તેમજ લોકોને પણ આ ગંભીર બીમારી સંદર્ભે સોશિયલ ડિસ્ટન્સિગની જાળવણી કરવી નહિતર સરકાર તરફથી મળતા નીતી નિયમનું ઉલ્લંઘન કરનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ રાષ્ટ્રીય આપદાના સમયે ખોટો વાદવિવાદ ભુલી તંત્રને સહકાર આપી સામાન્ય જનતાને પણ કોઈ જાતની તકલીફ ન પડે તે માટેના સૂચનો કરેલ. માટે આવતીકાલથી વાંકાનેરમાં કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે અને જો આ આપદાના સમયમાં જે કોઈ દુકાનો બંધ રાખેતો તેમના પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ પગલાં ભરવામાં આવશે.તેવી પણ તાકીદ કરી હતી.
કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો… એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews