Placeholder canvas

મોરબી: બે બાળકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા: એક રાજકોટ અને એક મોરબી હોસ્પિટલમાં

મોરબી : આજે મોરબીના બે બાળકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલાયા છે. જેમા રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં દાખલ મોરબીના 3 વર્ષના બાળકને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલાયા છે. જ્યારે મોરબીની અન્ય સાત વર્ષની બાળકીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને મોરબી સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ અંગે મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર રહેતા પરિવારના 3 વર્ષનું બાળક હાલ રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ છે. જેને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના સેમ્પલ લઈ રાજકોટની લેબમાં રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ કાલ સુધીમાં આવાની શકયતા છે. જ્યારે મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારની સાત વર્ષની બળકીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લઈને જામનગર મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં ગઈકાલે લવાયેલા સાત લોકોના સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો… એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો