Placeholder canvas

વાંકાનેર: દીવાનપરામાં રખડતા ઢોરે વૃદ્ધાને હડફેટે લેતા ઈજા…

ગુજરાતના મોટાભાગના શહેરમાં કોમન પ્રશ્ન હોય તો એ રખડતા ઢોરનો પ્રશ્ન છે. હેણાંથી વાંકાનેર પણ બાકાત નથી, છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને પ્રજાજનોને રામ ભરોસે છે. ગઈ કાલે વાંકાનેરમાં રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવી છે. જેમાં દિવાનપરા વિસ્તારમાં રાહદારી વૃદ્ધ મહિલાને ઢોરે હડફેટે લેતા વૃદ્ધાને ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ઢોર પકડવાના મામલે કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ છે.

વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં બે વૃદ્ધ મહિલા રસ્તા પરથી ચાલીને જઈ રહી હતા ત્યારે એક ગાય વૃદ્ધાની પાછળ દોડે છે. વૃદ્ધા પોતાને બચાવવાનો પ્રયાસ કરે છે ગાય તેને પોતાના શીંગડા પર ઉઠાવી લે છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં તેને જોરથી રસ્તા પર પટકે છે. જેને પગલે વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇને બેભાન થઈ ગયા હતા. આસપાસના લોકોની મદદથી વૃધ્ધાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઇ ગઈ… આ ઘટના પછી પણ તંત્રમાં કોઈ હરકત દેખાતી નથી. આ ઘટના બાદ શહેરમાં રખડતા ઢોર મામલે નગરપાલિકા નક્કર કાર્યવાહી કરે તેવી પ્રજાજનો ઈચ્છી રહિયા છે.

આ સમાચારને શેર કરો