Placeholder canvas

વાંકાનેર: મચ્છુ ૧ ડેમ પાણીના મોજાથી ઓવરફ્લો: રિયલ છલકાવામાં ‘પા’ ફૂટનું છેટુ…

વાંકાનેર : આનંદો !! મચ્છુ ૧ ડેમ ઓવરફલો થઈ ગયો છે…!!! આવા રીયલ સમાચાર સવારમાં આપવા માટે અમો આતુર હતા પરંતુ… મચ્છુ ૧ ડેમ રિયલમાં ઓવરફ્લો થવામાં હજુ ‘પા’ ફૂટનું (0.30 ફૂટનું) છેટુ છે.

મચ્છુ ૧ ડેમની સાઈટ પર થી મળેલી માહિતી મુજબ હાલમાં મચ્છુ ૧ ડેમની જળ સપાટી 48.70 ફૂટની છે એટલે કે હજુ 0.30 ફૂટ (પા ફૂટ) ડેમ ખાલી છે. આ હતા ઓફિસિયલ સમાચાર પરંતુ આપને જણાવી દઈએ કે મચ્છુ ૧ ડેમ અત્યારે તમને ઓવરફ્લો થતાં જોવા મળી રહ્યો છે. પણ આ ઓવરફ્લો એ હકીકતતે ઓવરફ્લો નથી પરંતુ પવનના કારણે ઉછળતા પાણીના મોજાથી પાણી મચ્છુ ડેમની પાળી પરથી ટપી રહ્યું છે અને ઓવરફ્લો થતું દેખાય છે. હાલમાં પાણીની ખાસ આવક નથી. જેથી જો ઉપર વાત થોડો ઘણો વરસાદ થાય અને તેમનું પાણી આવે તો આજ સાંજ સુધીમાં ઓવરફ્લો થઈ શકે છે, પરંતુ અત્યારે ઓરવરફ્લો જેવો જ નજારો જોવા મળી રહ્યો છે.

મચ્છુ ૧ ડેમ ભરાઈ જતા વાંકાનેર તાલુકા, ટંકારા તાલુકા અને મોરબી તાલુકાના કેટલા ગામડાઓને આ ડેમમાંથી સિંચાઈનું પાણી આપવામાં આવશે, તેમના કારણે ખૂબ મોટા વિસ્તારમાં શિયાળુ પાકનું વાવેતર થઈ શકશે, મચ્છુ ૧ ડેમ ઓવરફ્લો થતા ખેતીમાં ખૂબ લાભ થશે.

મહત્વના વિડિયો સમાચાર અને અન્ય મહત્વની ઘટના જુવા માટે…

કપ્તાન ન્યુઝની youtube ચેનલ લાઈક કરો, સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પ્રેસ કરો. નીચેની લિંક પર ક્લિક કરો.

https://youtube.com/@kaptaanNews

🙏🙏🙏🙏🙏🙏

વાંકાનેર તાલુકા, મોરબી જિલ્લા સાથે સમગ્ર સૌરાષ્ટ્રના સમાચાર મેળવવા માટે….

કપ્તાન ન્યુઝના વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

https://chat.whatsapp.com/CpFZ20fOGklDV8JbLBHn3b

આ સમાચારને શેર કરો