Placeholder canvas

વાંકાનેર: ધરમનગરની મહિલાઓની રસ્તા અને ગટર મામલે ટીડીઓને રજુઆત.

વાંકાનેરના ધરમનગરના બિસ્માર રોડ અને ગટર મામલે મહિલાઓએ તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં મોરચો માંડ્યો હતો અને તેમને સતાવતી સમસ્યાઓ અંગે લેખિતમાં રજૂઆત કરી સત્વરે સમસ્યા દુર કરવા માંગ કરી હતી.

આ રજૂઆતમાં ધરમનગરની મહિલાઓએ કહેવું છે કે, ધરમનગર ગામમાં ગટરના ગંદા પાણી ઉભરાય છે. ચોમાસાની સિઝનમાં ગંદા પાણીને પગલે ભયંકર રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. પંચાસર રોડ પર આવેલી વિધાતા સિરામિકનું ગંદુ પાણી રોડ પર કાઢવામાં આવતું હોવાથી આસપાસ રહેતા લોકોને તકલીફ ભોગવવી પડી રહી છે. આખી ધર્મનગર સોસાયટીમાં ચાલવા જેવી સ્થિતિ નથી. તેમજ ખોડિયાર સોસાયટી, ગાયત્રી સોસાયટી (ધરમનગર)માં પણ આ પ્રકારની સ્થિતિ છે. તેથી આ ગંદુ પાણી તાત્કાલિક ધોરણ બંધ કરાવવામાં આવે અને જેથી સત્વરે ગટરના ગંદા પાણીનો નિકાલ કરવો આવશ્યક છે.

એટલું જ નહિ ગામમાં સી.સી. રોડ બનાવવાની શરૂઆત કર્યા બાદ અનેક વિસ્તારમાં સી.સી. રોડ અધુરા મૂકી દેવામાં આવ્યા છે. તો સંધી સોસાયટી અને 100 વારીયા વિસ્તારમાં સી.સી, રોડનું નિર્માણ જ નથી કરાયું!!.. તો જ્યાં અધૂરા રોડ છે ત્યાં પૂરા રોડ બનાવવા જરૂરી છે અને જ્યાં હજુ સુધી રસ્તા જ નથી બન્યા ત્યાં માર્ગ બનાવાવા અતિ આવશ્યક છે. ત્યારે આ મામલે કડક પગલાં ભરવા મહિલાઓએ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.

આ સમાચારને શેર કરો