Placeholder canvas

વાંકાનેર: એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયની સૌમ્યા ચૌહાણે NMMS પરીક્ષામાં તાલુકામાં પ્રથમ ક્રમ મેળવ્યો.

માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા NMMSમાં એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ચૌહાણ સૌમ્યા કેતનભાઈ વાંકાનેર તાલુકામાં 146 માર્કસ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં મોરબી જિલ્લામાં 874 વિદ્યાર્થીઓ પ્રતિભાગી થયા હતા. જેમાંથી 39 વિદ્યાર્થીઓની મોરબી જિલ્લામાં શિષ્યવૃત્તિની મેરીટ યાદીમાં પસંદગી થઈ છે જેમાં વાંકાનેર તાલુકામાં પ્રથમ નંબર અને મોરબી જિલ્લામાં ચોથા નંબર સાથે અર્બન વિસ્તારમાંથી શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ચૌહાણ સોમ્યા કેતનભાઇની પસંદગી થઈ છે. જેમને શાળા પરિવાર ટ્રસ્ટીઓ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

આ ઉપરાંત એલ કે સંઘવી કન્યા વિધાલય ની અન્ય 20 વિદ્યાર્થીનીઓએ પણ આ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપી હતી જેમાંથી 17 વિદ્યાર્થીનીઓ ખૂબ સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થઇ છે તેમની આ સિદ્ધી બદલ શાળા પરિવાર અને વિદ્યા ભારતી વાંકાનેર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

કપ્તાનના વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://chat.whatsapp.com/8E3k5K5WX36GM3d0SSxQrO

તમારા મોબાઈલમાં 9879930003 આ નંબર કપ્તાનના નામે સેવ કરી લેજો… જો એવું નહીં કરો તો સમાચાર ખુલશે નહીં.

આ સમાચારને શેર કરો