Placeholder canvas

વાંકાનેર: સીંધાવદર ગામની છ વર્ષની ફિલઝાએ રમજાનનું પહેલું રોજુ રાખ્યું

વાંકાનેર ઇસ્લામ ધર્મના પવિત્ર રમજાન માસની આજથી શરૂઆત થઈ ગઈ છે, વહેલી સવારે સવા પાંચ વાગ્યાથી સાંજના 07:10 સુધી ના સમયમાં રોજુ રાખવાનું હોય છે આ સમય દરમિયાન કંઇ પણ વસ્તુ ખાવા-પીવાની હોતી નથી.

આ વર્ષે માર્ચ મહિનામાં જ સુરજદાદા આકરા પાણીએ છે, ખૂબ ગરમી પડી રહી છે ત્યારે આ વર્ષે રમજાનમાં રોજા રાખવા ખૂબ મુશ્કેલ ભર્યા બની રહયા છે, મોટા લોકોને પણ રોજુ રાખવામાં તકલીફ પડી રહી છે ત્યારે એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે નાના ભૂલકાઓ પણ આ આકરા તાપમાં પણ ૧૪ કલાક ના રોજા રાખી રહ્યા છે.

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના મયુદ્દીનભાઈ મેસાણીયાની છ વર્ષની દીકરી ફિલઝાએ રમઝાન માસનું પ્રથમ રોજુ આજે રાખ્યું હતું. તેમને ૧૪ કલાક સુધી કંઈ પણ ખાધા-પીધા વગર રોજુ રાખીને મુસ્લિમો પર ફરજ કરવામાં આવેલા રોજા રાખવાની શરૂઆત કરી દીધી છે. ફિલજા ને ખૂબ ખૂબ મુબારકબાદી

આ સમાચારને શેર કરો