Placeholder canvas

વાંકાનેર: દેશી દારૂ ભરેલ બોલેરો ઝડપાઇ પણ ચાલક ફરાર…

વાંકાનેર : વાંકાનેર – મોરબી હાઇવે ઉપર વાંકાનેર નજીક એક બોલેરો દેશી દારૂનો જથ્થો પકડાયો છે વાંકાનેર મોરબી હાઇવે પર પોલીસને જોઈ બોલેરો ચાલક નાસી જતા બોલેરો કાર ચેક કરતા અંદરથી દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દેશી દારૂ સહિત 3.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મળેલી માહિતી મુજબ વાંકાનેર મોરબી હાઇવે ઉપર ઢુંવા નજીક હોટલ પાસે શંકાસ્પદ હાલતમાં બોલેરો કાર ઉભી હોય પોલીસને જોઈ બોલેરો ચાલક નાસી જતા પોલીસે બોલેરો ચેક કરતા અંદરથી 800 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે બોલેરો પીકઅપ વાહન નંબર GJ-36-T-7841ના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી રૂપિયા 1600ની કિંમતનો દારૂ અને 3 લાખની કિંમતનું બોલેરો વાહન કબ્જે કર્યું હતું.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો